________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
એવો શ્રી જૈનધર્મ છે, પણ કેટલાક કદાગ્રહી સાધુઓએ જૈનશાસનની શાસ્ત્રીય આચરણાઓ છોડી સ્વયંની પૂજા-માનતા વધારવા, નવી-નવી કપોલકલ્પિત માન્યતાનો પ્રચાર કર્યો છે. સંવત ૧૯૪૦ની સાલમાં પૂ. રાજેન્દ્રસૂરિજીએ અમદાવાદ ચાતુર્માસ કરેલ. તેમની ભાવના હતી કે આત્મારામજી મોટા વિદ્વાન સંભળાય છે. તેમનું ચોમાસું અમદાવાદમાં નક્કી થયેલ છે. તો આપણે જો ત્યાં જઈએ તો પરસ્પરના સિદ્ધાંતોના વિચારનો અપૂર્વ, અદ્વિતીય લાભ થાય. આવું વિચારી પોતાના શિષ્ય શ્રી ધનવિજય તથા શિષ્યવૃંદ સાથે કુક્ષીનગરથી ઉગ્ર વિહાર કરી અમદાવાદ પધાર્યા. પર્યુષણ પર્વ વીત્યા બાદ માલવા-મારવાડના શ્રાવકો ગુરુદેવને વંદન કરવા આવ્યા. ત્યારે તેમના મુખે સાંભળ્યું કે આત્મારામજીને ઉત્સૂત્રભાષણ કરવાની તથા બોલીને ફરી જવાની ટેવ છે અને અહંકારનું પૂતળું છે.
૩
તેમ છતાં તેમના સ્થાનકે ગુરુદેવ એક વખત પધાર્યા. અને બે-ત્રણ વાર મુનિ ધનવિજય પધાર્યા. પણ આત્મારામજી એકેયવાર ગુરુદેવ પાસે આવ્યા નહીં. અન્ય જે અવસરે મળ્યા તે અવસરે બીજી દેશાવર સંબંધી વાર્તા ચલાવી, પણ શાસ્ત્ર સંબંધી કે થુઈ સંબંધી વાત કરી નહીં. એક દિવસ અમદાવાદના રહેવાસી ગોકુળ ઉમેદ, નાગજી અને બીજા બે-ત્રણ જણ સાથે આત્મારામજીના પંડિત અમીચંદભાઈ પાંજરાપોળમાં આવેલ. શેઠ જયસિંહભાઈની ધર્મશાળામાં આવ્યા. ત્યાં પૂજ્ય રાજેન્દ્રસૂરિજીના શિષ્ય ધનવિજયજી પાસે જઈને પ્રશ્ન પૂછ્યા કે આ પ્રશ્ન હું આત્મારામજીના હુકમથી પૂછું છું.
(૧) ચોથી થોય નવીન છે કે પ્રાચીન છે ?
(૨) કારણથી છે કે વિના કારણ છે ?
(૩) વેયાવચ્ચગરાણં ઇત્યાદિ પાઠ નવીન છે કે પ્રાચીન છે ? કારણથી છે કે વિના કારણ ?
તેનો જવાબ નીચે મુજબ આપ્યો.
(૧) નવીન છે. (૨) કારણથી છે. (૩) નવીન છે. કારણથી છે.