________________
(૨૨૮)
ખડ ૫ મા.
સ્વામિ કહેવા લાગ્યા કે, હે બુદ્ધિવાન રાજા, હજી તારે ઘણાં ભાગાવલી કર્મ ભેટગવવાનાં છે, તેા તારાથી પચખાણ શી રીતે પાળી શકશે ? ! ૮ ! ત્યારે રાવણે ફરીને કહ્યુ કે, હે સ્વામિ, મારાથી જે પાળી શકાય એવુ' કઇ પચખાણુ આપે, કે જે હું નિશ્ચળ થઈ પાળીશ ॥ ૯
વીસમા સ્વામિ તવ ફહેરે, તુમથી થાસે જેહ, નવ ભેદ્દે જે સીલ છેરે, તેહના ભાંગા એહારે. સુપા૧૦ ॥ જે સ્ત્રી રાજી થઇ કહેરે, તેહસુ ભાગ વિલાસ, રાજયનાં અડસા મતીરે, એહવા વ્રત ઉલ્લાસારે. સુ॰ ।। ૧૧ । તવ વ્રત લીધા જિનને મુખેરે, રાવણ મનને રંગ; તવ ખર દૂષણ એમ કહેરે, વ્રત લેવા ઉછરંગારે. સુ॰ । ૧૨ । ત્યારે વીસમાં તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામિ કહેવા લાગ્યા કે, શીયલનાં નવ ભેદ છે, તેમાંથી એક ભાગેા તમે પાળો ॥ ૧૦ ૫ જે સ્ત્રી તમાને રાજી થઈને કહે, તેની સાથેજ તમારે ભાગ ભોગવવા, પણ કરાજીએ તમારે તેને અડકવુ' પણ નહીં, એ ત્રત તમા અંગીકાર કરા ॥ ૧૧ ॥ ત્યારે રાવણે હર્ષ પૂર્વક તે વ્રત જિનેશ્વર પાસેથી લીધું, ત્યારે ખરદૂષણે પણ કહ્યુ કે, મને પણ વ્રત લેવાની ઇચ્છા છે. ૧૨ જિનની મૂરતિ નિત્ય પ્રતેરે, પૂજીને લેઉ અન્ન,
ન કરૂં'દાતણ પૂજ્યા વિનારે, ત્રિકરણ રાખુ` મન્નરે. સુ॰ । ૧૩ । વ્રત લીધા બેજણે તિફ઼ારે, આવ્યા આપણે વાસ;
મન શુદ્ધે પાલે તીહારે, પામ્યા હરખ ઉલ્લાસારે. સુ॰ ।। ૧૪ । વિદ્યાની શક્તિએ કરીરે, ચાલે અંબર વેગ; તીર્થ યાત્રા કરતા ફરેરે, સબક્ષી જેહની તેગારે. સુ ॥ ૧૫ ૫ જિનેશ્વરની મૂરતિની હમેશાં પૂજા કર્યા બાદ મારે ભેજન લેવુ', અને તે પૂજ્યા વિના મારે દાતણ પણ કરવું નહીં, અને તે વ્રત હું મન વચન અને કાયાયે કરી પાળીશ ॥ ૧૩ ॥ એવી રીતે તે મને વ્રત લઇ, પોત પોતાને ઘેર આવ્યા, અને ત્યાં આનંદ પૂર્વક શુદ્ધ મનથી તે પાળવા લાગ્યા ૫ ૧૪ ૫ પછી વિદ્યાના બળથી આકાશ વાટે તેઓ તીર્થ યાત્રા કરવા લાગ્યા, કારણ કે તેએ મહા બળવાન હતા. ૧૫
વિહાર કી જિનવરે તીહાંરે, ફરતા દેશ વિદેશ; ભવિજનને પ્રતિબાધવારે, તરણ તારણુ વિસેસારે. સુ॰ ॥ ૧૬૫ પાંચમા ખડ તણી કહીરે, પાંચમી ઢાલ રસાલ; ર્ગવિજય શિષ્ય એમ કહેરે, તેમને મંગલ માલેારે. સુ॰ ॥ ૧૭ ॥ પછી તે તરણુ તારણ પ્રભુ ભવિ માણસાને એધ દેવા વાસ્તે ત્યાંથી વિહાર કરી દેશા દેશમાં ફરવા લાગ્યા ૫ ૧૬ ॥ એવી રીતે પાંચમાં ખ'ડની પાંચમી રસાળ ઢાલ ર'ગવિજયના શિષ્ય તેમવિજયે કહી ૫ ૧૭ ॥