________________
૧૭
વિભાગ બીજો તીર્થકર ચરિત્ર-અગિયારમાથી વશમા સુધી (શ્રેયાંસ
નાથ સ્વામીથી મુનિસુવ્રતસ્વામી સુધી) ચકવી ચરિત્ર-ત્રીજાથી નવમા સુધી વાસુદેવ બળદેવ
અને પ્રતિવાસુદેવ ! પહેલાથી સાતમા સુધી ચાર
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ભવ રોણાર્ત જંતુના, મગદંકાર દર્શન નિશ્રેયસ શ્રી રમણ શ્રેયાંસ શ્રેયસે ડસ્તુવ – હેમાચાર્ય
જેમનું દર્શન સંસાર રૂપી રોગથી પીડાયેલા અને વૈદ્ય સમાન છે અને જે મોક્ષ રૂપી લક્ષ્મીના સ્વામી છે, એવા શ્રી શ્રેયાંસ સ્વામી તમારા કલ્યાણને માટે થાઓ.
પૂર્વભવ પહેલે ભવ-નલિની ગુલ્મ રાજા. બીજે ભવ-દેવ
પુષ્કર વર દ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના કચ્છ નામના વિજ્યમાં ક્ષેમા નામની નગરી હતી. તે નગરીમાં નલિની ગુલ્મ નામે રાજા રાજય કરતો હતો. ઘણા રાજાઓએ તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. શરીર, યૌવન, અને લક્ષ્મીને તે અસ્થિર માનતા હતો. રાજયમાં આસક્ત થયા વિના તે કાળ નિર્ગમન કરતે હતો. કેટલેક વખત રાજય કર્યા પછી પુત્રને ગાદી સેંપી તેણે વજ દત્ત મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને વિશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામ કર્મ ઉપાર્યું.