________________
૧૦૬
જગ્યાએ સુવર્ણ પીઠ રચાવી. ત્યાંથી વિહાર કરતા પ્રભુ ત્રણ માસે પાછા સહસ્ત્રાપ્રવન પધાર્યા અને પીપળાના વૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ઘાતી કર્મનો ક્ષય થતાં, પ્રભુને પોષ વદ ચૌદસના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતું ત્યારે કેવળજ્ઞાન થયું. આચાર પ્રમાણે દેવોએ સમવસરણ રચ્યું. સિંહાસન પર બેસી પ્રભુએ દેશના દીધી. નિર્વાણ
કેવળજ્ઞાન પામ્યા પછી પ્રભુ લગભગ પચીસ હજાર પૂર્વ પૃથ્વી ઉપર વિચર્યા. પછી પિતાને નિર્વાણ કાળ સમીપ જાણી સમેત શિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અણુશણ કર્યું. એક માસને અન્ત, વૈશાક વદ બીજને દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતો ત્યારે, એક હજાર મુનિઓ સાથે મુક્તિ પદ પામ્યા. ઈદ્રોએ યથાવિધિ નિર્વાણ કલ્યાક ઉજવ્યું.
શ્રી શીતલનાથ સ્વામીનો પારવાર શીતલનાથ સ્વામીને નીચે પરિવાર કે – ગણધર
એક્યાસી સાધુ ૧,૦૦,૦૦૦
એક લાખ સાધ્વી ૧૦૬,૦૦૦
એક લાખ છ હજાર ચૌદપૂર્વધારી ૦૦૧,૪૦૦
ચૌદસે અવધિજ્ઞાની ૦૦૭,૨૦૦
સાત હજાર બસો મનઃ પર્યવજ્ઞાની૦૦૭,૫૦૦
સાત હજાર પાંચસો કેવળજ્ઞાની ૦૦૭,૦૦૦
સાત જાહેર વિક્રિયલબ્ધિવાળા૦૧૨,૦૦૦
બાર હજાર વાદલબ્ધિવાળા૦૦૫,૮૦૦
પાંચ હજાર આઠસો શ્રાવક ૨,૮૯,૦૦૦
બે લાખ નેવ્યાસી હજાર શ્રાવિકા ૪,૫૮,૦૦૦ ચાર લાખ અઠ્ઠાવન હજાર
શીતલનાથ સ્વામીના શાસનમાં બ્રહ્મ નામને યક્ષ શાસન દેવ અને અશકા નામે દેવી શાસન દેવી થઈ
૮૧