________________
૧૦૮ અને સમાધિપૂર્વક મૃત્યુ પામી મહા શુક્ર દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
શ્રી પ્રયાંસનાથ સ્વામી
ત્રીજો ભવ
યુવન
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સિંહપુર નામે નગર હતું. ત્યાં વિષ્ણરાજ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને વિષ્ણુદેવી નામે રાણી હતી. નલિની ગુલ્મ રાજાને જીવ, મહા શુક્ર દેવલેનાં સુખ લાંબે સમય ભોગવી, જેઠ વદ છઠના દિવસે, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો ત્યારે, વિષ્ણુમાતાની કુક્ષિને વિષે, પુત્ર પણે ઉત્પન્ન થયો. વિષ્ણુ દેવીએ ચૌદ મહા સ્વપ્ન દીઠાં અને રાત્રિ ધર્મ જાગરણ કરી પસાર કરી. દેવેએ ચ્યવન કલ્યાણક મહત્સવ ઉજવે. જન્મ
નવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં, ભાદરવા વદ બારસના દિવસે, શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને યોગ હતો ત્યારે, વિષ્ણુ માતાએ ગેંડાના લાંછનવાળા, સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપે દિગકુમારિકાઓ, ઈન્દ્રો અને દેવોએ આચાર પ્રમાણે જન્મ મહેત્સવ ઉજળે. વિષ્ણુ રાજાએ પણ પુત્ર જન્મની વધામણું મળતાં પ્રાંતઃકાળે મોટો ઉત્સવ કર્યો. સારા મુહુર્ત પિતાએ શ્રેયાંસ એવું નામ પાડવું. દીક્ષા
સમય જતાં પ્રભુ યુવાવસ્થાને પામ્યા. ભોગાવલિ કમ બાકી છે એમ જાણું પ્રભુએ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ ક્યું. કુમાર વયમાં એક વિશ લાખ વર્ષ પસાર થયાં ત્યારે પિતાએ પ્રભુને ગાદી આપી. બેંતાલીસ લાખ વર્ષની ઉંમર સુધી પ્રભુએ રાજયનું પાલન કર્યું. કાતિક દેવેની વિનંતીથી પ્રભુએ વાર્ષિક દાન દેવા માંડયું.