________________
છે કે, યોગ્ય ભૂમિકા હોય, તો જ એ દીપે ! સૈદ્ધાંતિક- સત્યને માથે ચડાવનારાઓ સાથે જ મેળ થઈ શકે. બે વેપારીઓ વચ્ચે લેણાદેણીમાં વાંધો ઊભો થાય, તો વચ્ચે ચોપડો રાખીને બંને ઉકેલ લાવવા મથે છે. એથી સહેલાઈથી એ ઉકેલ આવી પણ જાય છે. બરાબર આ જ રીતે શાસનમાં જે જે મતભેદો હોય, એને દૂર કરવા વચ્ચે આગમ-શાસ્ત્રો રાખવાનો રસ્તો અપનાવાય, તો કોઈ મતભેદ એવો નથી કે, જેનો ઉકેલ ન આવી શકે ! આજે જૈન શાસનમાં સુમેળનું સુંદર વાતાવરણ જોવા નથી મળતું, એનો અર્થ જ એવો થાય કે, મતભેદો મિટાવવા માટે એક પક્ષ વચમાં શાસ્ત્રોને રાખવાની વ્યાયી વાતને સ્વીકારવા તૈયાર નથી.
એકતાનો એવો પવન આજે ફેંકાઈ રહ્યો છે કે, ભલભલા પણ તેમાં ઊડવા લાગ્યા છે, પણ તેઓ જાણતા નથી કે, આ રીતે એકતા ન થાય. ગમે તેની સાથે બેસવાથી શું એકતા થઈ જાય ? એકતા પણ કોની સાથે થાય, તે સમજવું પડે, ખોટાની સાથે એકતા મરી જવાય તો ય ન કરાય ! જો બધાને ભેગા કરવા તે જ એકતા કહેવાતી હોય, તો અનાજકાંકરા ભેગા કરાય અને અનાજ ભેગા શું કાંકરાય પીસવા અપાય ? કાંકરા શોધ્યા વિના ઘઉં પીસીને તેની રોટલી કરે, તો તમે શું કરો ? હું તો કહું છું કે, બધા ઘઉં બની જાય, તો મારા આનંદનો પાર ન રહે. કાંકરાને બદલે જો ઘઉનો દાણો ફેંકાઈ જાય, તો વીણનારો દાણો પાછો લઈ લે છે, એ ખબર છે ને ? મારી આવી વાતો સાંભળીને જેને એવું લાગે છે કે, મને એકતા ખપતી નથી, તેને તો મારે પહેલાં નંબરના બેવકૂફ કહેવા પડે. એ લોકોને ખબર નથી કે, અમે આ બધો જે પ્રયાસ કરીએ છીએ, તે તમને બધાને શાસનના બનાવવા માટે જ કરીએ છીએ અને જે શાસનના હોય, તેની સાથે તો અમારે સંપૂર્ણ સંપ અને અંતરની એકતા છે જ.
- ભગવાન શ્રી તીર્થકર દેવોએ કહ્યું છે કે આણાજુનો સંઘો, સેસો પુણ અઠિ સંઘાઓ. ભગવાનની આજ્ઞાથી સહિત જે હોય તે સંઘ ભગવાનની આજ્ઞા નેવે મૂકે, તે તો હાંડકાંનો સમૂહ છે ! આનો અર્થ શું?