________________
ભોગે તો અમે નહિ જ ભળીએ ! ખરાબ રીતે કનડગત પામીને ભલે અમારે મરવું પડે, પણ જીવવા માટે અમે પ્રભુ માર્ગના વિરોધીઓના પગમાં માથું નહીં જ નમાવીએ. કોઈને આ ખુલ્લી ચેલેંજ સમજવી હોય, તો સમજી શકે છે. પણ અમારો તો આ મુદ્રાલેખ છે. દુન્યવી કલંકોની કિંમત અમારે મન ફૂટી કોડી જેટલીય નથી. અમારી પાસે સંયમ હશે, અમે સિદ્ધાંતના પક્ષમાં હોઈશું અને સિદ્ધાંત નિષ્ઠા અમારી પાસે હશે, તો અમને મૂંઝવણ પણ શી છે ? પ્રભુ આજ્ઞાની રક્ષા ખાતર અમે એકલા પડી જઈએ, તો પણ શું ?
જે પરમ તારકોના પ્રતાપે હું કલ્યાણકારી મોક્ષમાર્ગ પામ્યો છું, મારે મારી બધી જ શક્તિઓ એ તારકોએ સ્થાપેલા શાસનની સેવા પાછળ જ ખર્ચવાની છે. પ્રભુના શાસનની સેવાથી ચડિયાતી બીજી કોઈ જ સેવા નથી. પરમતારક જિનેશ્વર દેવોની આજ્ઞાના પાલનપૂર્વકના પ્રચારમાં જેટલી શક્તિઓ ખર્ચાય, એટલી જ સાર્થક અને સફળ છે. આ જ કારણે શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞા જ એક પ્રમાણભૂત છે. આ
સિવાયની આજ્ઞા-માન્યતા સાથે અમારો કશો સંબંધ ન હોઈ શકે, જૈનશાસનના સાધુ માત્રનું લક્ષ્ય આ જ હોવું જોઈએ, એ ક્યારેય ગમે તેવાની આજ્ઞા મુજબ ચાલવા તૈયાર ન હોય, સતીની જેમ એના માથે પતિ તરીકે એક પ્રભુનું શાસન જ હોય ! આ સિવાય બીજાની આજ્ઞાધીનતા એ સ્વપ્નેય સ્વીકારે નહીં.
સત્યનું મોં દાબી દઈને સુમેળ-એકતા કરવાની વિચારધારા વહેતી કરનારે એ સમજી લેવું જોઈએ કે, સુમેળ-સમાધાન જ્યાં થતાં હોય. ત્યાં જ કરી શકાય. કોઈ તંબોળી એવો જોયો છે જેના હાથમાં કાતર ન હોય ? કોઈ દરજી એવો મળે કે, જેના હાથમાં એકલી સોય જ હોય ? દરજી પહેલાં કાતરનો ઉપયોગ કરે કે સોયનો ? સોયનો ઉપયોગ કરવાની ભૂમિકા રચવા દરજી સૌ પ્રથમ કાપડ ઉપર કાતર ચલાવે, ત્યાર પછી સોયથી એને સાંધે, સંપ-એકતા-સમાધાન : આ બધી એવી ચીજો