________________
da\
જૈન રામાયણ ૩૦૪
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
આ રજોહરણની ખાણ પોતાના નગરમાં આવીને વિનીત એવો તે પ્રથમ પોતાના માતાપિતાની પાસે ગયો. ત્યાં માતા-પિતાને પ્રણામ કરીને, તે શ્રીમતી અંજનાસુંદરીના આવાસે ગયો પણ અંજના વિનાનો તે આવાસ, તેને
જ્યો—ા વિનાનો ચંદ્રમા જેવો દેખાવા લાગ્યો અર્થાત્ જેમ જ્યોસ્તા વિનાનો ચંદ્રમા તેજોહીન લાગે, તેમ શ્રીમતી અંજનાસુંદરી વિનાનો તે આવાસ પણ, તેની દૃષ્ટિએ તેજોહીન ભાસ્યો.
આથી પવનંજયે ત્યાં રહેલી એક સ્ત્રીને પૂછ્યું કે “જેનું દર્શન નેત્રોને માટે અમૃતના અંજન જેવું છે, તેવી તે ‘અંજના' નામની મારી પ્રિયા ક્યાં છે?”
ઉત્તરમાં તે સ્ત્રીઓએ પણ કહ્યું કે “આપ રણયાત્રાએ ગયા તે પછી કેટલાક દિવસો ગયા બાદ ગર્ભવતી થયેલી જોઈને આપની માતા કેતુમતિએ કાઢી મૂકી અને ભયથી વ્યાકૂળ બનેલી હરિણીના જેવી તે અંજનાને લઈ જઈને પાપી એવા આ રક્ષકો, ‘મહેંદ્ર નામના નગરની પાસે આવેલા અરણ્યમાં મૂકી આવ્યા.”
આ પ્રમાણે સાંભળીને પોતાની પ્રિયાને મળવા ઉત્સુક બનેલો પવનંજય, પારેવાની જેમ પવનવેગે પોતાના સાસરાના વતને પહોંચ્યો ત્યાં પણ પોતાની પ્રિયાને નહિ જોતા તેણે એક સ્ત્રીને પૂછ્યું કે, “મારી પ્રાણપ્રિયા અંજના અહીં આવી હતી યા નહિ ?" તે સ્ત્રીએ કહ્યું કે
“સાવરડ્યાવિહે સાયાણી - દ્વન્તતિનcotવંત ? परं निर्वासिता पित्रो - त्पन्बदौःशील्यदोषतः ।।११॥"
શ્રીમતી અંજનાસુંદરી, પોતાની સખી ‘વસંતતિલકા' સાથે અહીંયા આવી V હતી, પરંતુ તેના પિતાએ, ઉત્પન્ન થયેલા દુ:શીલપણાના ઘેષથી તેને અહીંથી કાઢી મૂકે."
સ્ત્રીના તે વચનથી, જેમ વજથી હણાય તેમ પવનંજય હણાયો અને ત્યાંથી તે પોતાની સ્ત્રીને શોધવા માટે પર્વતો અને વનો આદિમાં ખૂબ ભમ્યો. પણ તેને પોતાની પ્રિયાના સમાચાર કોઈપણ સ્થળેથી