________________
અધિપતિ મણિચૂડ નામનો યક્ષ અષ્ટાપદ નું રૂપ વિકુલિંને આવ્યો અને આવીને તે સિંહને તેણે મારી નાખ્યો. તે પછી ‘અષ્ટાપદનું રૂપ સંહરી લીધું અને પોતાનું રૂપ અંગીકાર કર્યું. પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈને તે યક્ષ બંનેય બાળાઓને ખુશ કરવા માટે, પોતાની પ્રિયા સાથે શ્રી અરિહંત પરમાત્માના ગુણોની સ્તુતિ ગાવા લાગ્યો.
અશુભના ઉદયે એક સમય એવો હતો કે જે સમયે માતા, પિતા કે બંધુએ પણ ખબર નહોતી લીધી અને અશુભના ઉદયે એવો પણ સમય આવી લાગ્યો કે કોઈપણ જાતના સંબંધ વિનાનો અને દેવપણામાં ઉત્પન્ન થયેલો યક્ષ પણ સહાય માટે દોડી આવ્યો, એટલું જ નહિ પણ સાય કર્યા પછી પાછો તેઓને ખુશ કરવા માટે પણ પ્રયત્ન કરવા લાગ્યો.
ખરેખર, ધર્મ એ એવી વસ્તુ છે કે તે પોતાના સાચા સેવકને ગમે તેવા સમયે પણ અચિંતિત સહાય આપે છે. આથી સુખના અર્થીએ આડાઅવળા ઉધમાતો કરવી છોડી દઈ, એક ધર્મની સેવામાં જ સમર્પાઈ જવું જોઈએ. જીવનને ધર્મની સેવામાં સમર્પિ દેવાથી, આત્મા આ દુ:ખમય સંસારમાં પણ સુખનો અનુભવ કરી પરિણામે અનંત સુખનો ભોક્તા થઈ શકે છે અને જીવનને ધર્મથી વિમુખ બનાવનારો આત્મા, સુખનો અર્થી છતાં આ દુઃખમય સંસારમાં દુ:ખભરી અને એથી જ દયાજનક દશામાં જ સબડ્યા કરે છે. આથી સુખના અર્થી માટે એક ધર્મ જ શરણરૂપ છે.
આ પછી શ્રીમતી અંજનાસુંદરી અને વસંતતિલકા તે યક્ષની સહાયતાના યોગે તે જ ગુફામાં શાંતિપૂર્વક રહી અને ત્યાં શ્રી મુનિસુવ્રતસ્વામિની પ્રતિમાને સ્થાપીને નિરંતર તે પ્રતિમાની પૂજા કરવા છે લાગી.
શ્રી હનુમાનનું અવતરણ...૮
રાક્ષશવંશ ૨૯૯
અને વાનરવંશ ?