________________
ભાગ-૧ રાક્ષસવંશ અને વાનરવંશ
જૈન રામાયણઃ
જ રજોહરણની ખાણ ૬ આથી જ એમ કહેવું પડે છે કે આજના વિરોધીઓ, પ્રાય: અસાધ્ય વ્યાધિવાળા દરદીઓના જેવા છે એટલે તેઓને સુધારવા પ્રયત્નો કરવા કરતા ભદ્રિક આત્માઓને એવાઓના સંગથી બચાવી લેવાના અને યોગ્ય આત્માઓને પ્રભુમાર્ગની સન્મુખ કરવાના જ પ્રયત્નની જરૂર છે."
શ્રીમતી અંજનાસુંદરીએ તે મુનિવર દ્વારા પોતાના પૂર્વભવની સ્થિતિ જાણી, તે ઉપકારી મુનિવરના ઉપદેશ પ્રમાણે પોતાની સખી સાથે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ સ્વીકાર્યો અને તે ઉપકારી મુનિવર પણ તે બંનેયને શ્રી અરિહંત પરમાત્માના ધર્મમાં સ્થાપન કરીને ગરુડની માફક આકાશમાર્ગે ચાલ્યા ગયા. | મુનિવરના ચાલ્યા ગયા પછી એકલી જ રહી ગયેલી તે બંને બાળાઓએ, આવતા એક યુવાન સિંહને જોયો. તે જાણે પૂંછડાની છટાને પછાડવાથી પૃથ્વીને ફાડી નાખવા જ ઈચ્છતો હોય તેમ, અર્થાત્ તે જોશથી પોતાના પૂંછડાને પછાડતો આવતો હતો તેણે પોતાના બુકાર' ધ્વનિથી દિશાઓની કુંજને ભરી દીધા હતા અર્થાત્ તેના ‘બુત્કાર' ધ્વનિથી દિશાઓના કુંજો ગાજી ઉઠતા હતા આવતો સિંહ પોતાના શરીર ઉપર લાગેલા હાથીના લોહીથી ભયંકર લાગતો તેની દાઢાઓ વજના કંદ જેવી હતી તેના દાંતો કરવતના જેવા ક્રુર હતા તેની કેસરા સળગતી વાળા જેવી હતી તેના નખો લોઢાના અંકુશ જેવા હતા અને તેનું ઉર:સ્થળ શિલા જેવું હતું.
અચાનક દિવ્ય સહાય આવા ભલભલાને પણ ભય પમાડે તેવા સિંહને આવતો જોવાથી ધ્રુજતી-ધ્રુજતી અને ભૂતળમાં પેસવા ઇચ્છતી હોય તેમ જમીનને જોતી, તથા ભયભીત થઈ ગયેલી હરિણી જેમ કઈ દિશામાં જવું એવા વિચારમાં પડી જાય તેમ વિચારમાં પડી ગયેલી તે બંનેય બાળાઓ જેટલામાં ઉભી છે, તેટલામાં જ તે બાળાઓના શુભોદયે જે ગુફામાં મુનિવર હતા તે જ ગુફાનો