________________
|
જૈન રામાયણ ર૮૪
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
આ રજોહરણની ખાણ અને એ રીતે સંયમની આરાધના કરવાથી ત્યાંથી કાળધર્મ પામીને તે ‘દમયન્ત'નો જીવ ‘લાન્તક' નામના છઠ્ઠા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને આ તારી સખીના ઉદરમાં આવીને અવતર્યો છે, અને
“ગુનામાનવશ્વયં, ઢોધ્યાન વિદ્યાઘરેશ્વર: 2 પુત્રવેહોડલ્યા, અનવદ્યો વિષ્યતિ ?????”
આ અંના' નો પુત્ર ગુણોનું ઘામ થશે, મહાપરાક્રમી થશે, વિદ્યાધરોનો ઇશ્વર થશે અને ચરમદેવી એટલે આ જ ભવમાં મુક્તિને પામનારો તથા પાપરહિત થશે.”
બીજા પ્રશ્નનો ઉત્તર આ રીતે પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં ‘અંજનાસુંદરી'ના ગર્ભમાં આવેલા પુત્રના પૂર્વભવોનું શ્રવણ કરાવી, તે મુનિવરે અંજનાના ગર્ભમાં કોણ છે અને કેવો છે તે સાંભળ્યું. હવે મારી આ સખી આવી દશાને કયા કર્મના યોગે પામી છે?' આ બીજા પ્રશ્નનો ઉત્તર આપતા તે શ્રી અમિતગતિ' નામના ચારણ મુનિવર ફરમાવે છે કે
| ‘કનકપુર' નામના નગરમાં મહારથીઓમાં શિરોમણિ ‘કાકરથ' નામનો રાજા હતો. તે રાજાને કનકોદરી' નામની અને લક્ષ્મીવતી’ નામની બે પત્નીઓ હતી. તેમાંથી લક્ષ્મીવતી' નામની રાણી સદાને માટે પરમશ્રાવિકા હતી. તેણે પોતાના ઘરમંદિરમાં રત્નમય જિનબિંબને સ્થાપન કરીને નિરંતર બંને કાળે વંદન તથા પૂજન કરતી હતી. આથી બીજી રાણી ‘કનકદોરી'ને ઈર્ષા થઈ.
સભા: શોક્ય હતી ને ? ધર્મનું આરાધન કરે તેમાંયે ઈર્ષ્યા ?
હા, ઘણાય આત્માઓ એવા હેય છે કે પોતે ધર્મ કરે નહિ અને બીજા કરે તે પણ તેઓથી સહાય નહિ.' એ ન્યાયે કનકદોરી' થી પણ પોતાની સપત્નીની ધર્મક્રિયા સહી ન શકાઈ. એટલે માત્સર્યના યોગે દુષ્ટ હદયની તે નક્કોરીએ શ્રી અરિહંત ભગવાનની પ્રતિમાને હરી લીધી અને અપવિત્ર કચરામાં ફેકી દીધી. ભાગ્યયોગે તે જ સમયે વિહાર કરતા કરતા શ્રી જયશ્રી' નામના ગણિતી ત્યાં આવ્યા. તેમણે આ જોયું અને તેણીને કહાં કે -