________________
રામાયણમાં જે રીતે દીક્ષાની વાતો છે અને સંસ્કૃતિના આદર્શો રજૂ થયા છે એની પર બરાબર વિચાર કરવામાં આવે તો ચિત્ત, ચારિત્રની ભાવનામાં રમવા માંડે. આ ભાવનાની પૂર્તિ ન થઈ શકે અને સંસારમાં રહેવું જ પડે, તો ય સારી રીતે જીવવા માટે કેટલીક લાયકાત તો કેળવવી જ જોઈએ, એનો પણ ખ્યાલ આવે. તથા દીક્ષાધર્મ તરફ એટલો બધો સદ્ભાવ જાગી જાય કે, દીક્ષાની વાત સાંભળતાં જ એનું મન મોર બનીને નાચી ઉઠ્યા વિના ન રહે ! એક અપેક્ષાએ એમ કહી શકાય કે, દીક્ષા અને જૈનશાસન એક જ સિક્કાની બે બાજુઓ છે. દીક્ષા એટલે જ જૈનશાસન અને જૈનશાસન એટલે જ દીક્ષા ! એમ પણ કહી શકાય કે, જૈન શાસ્ત્રમાં દીક્ષાની વાત ન આવે, એ બને જ નહિ. જેમાંથી સાક્ષાત કે પરંપરાએ દીક્ષાની વાત તારવી ન શકાય, એને જૈનશાસ્ત્ર કહેવાય જ નહીં.
જૈન સંઘ બીજા સમાજની અપેક્ષાએ નાનો ગણાય. છતાં જૈન સાધુ જ્યાં જાય, ત્યાં ભક્તિ કરવા અને સારસંભાળ લેવા જેનો પડાપડી કરે. અને હિન્દુ સમાજ ઘણો મોટો હોવા છતાં સાધુ-સંન્યાસીઓની ઉપેક્ષા થતી હોય છે. આનું કારણ જાણવા જેવું છે. મર્યાદાપાલનની ચુસ્તતા અને ઉપેક્ષા જ આનું કારણ છે. જૈનો એ જાણે છે કે, અમારા સાધુ ચુસ્તતાથી મર્યાદાપાલન કરે છે. એ કાચાં પાણીને અડશે નહીં. ભિક્ષા નહીં મળે તોય જાતે રાંધવા નહીં બેસી જાય, આવો જૈનોને ખ્યાલ હોવાથી જૈન સાધુની સેવા ભક્તિ માટે જૈનો ઉપરાંત અજૈનો પણ દોડાદોડી કરતા હોય છે. અજૈનો એ વાતને બરાબર જાણે છે કે, અમારી સારસંભાળ પર જ સાધુ સંન્યાસીઓનું જીવન નભતું નથી. અમે જો ભિક્ષા નહીં આપીએ, તો એમને રસોઈ કરતાં આવડે છે અને પાણી નહીં પૂરું પાડીએ તો કૂવા-તળાવ એમના માટે ખુલ્લાં છે. ભિક્ષામાં પણ એમને ધોળી દાળ (દૂધપાક) અને કાળી રોટી (માલપુઆ) જોઈએ, આવું કોઈ ન આપે, તો એમને ચિપીયો ઉગામતાં વાર ન લાગે. હિન્દુ સંન્યાસી તરીકેની