________________
જૈન રામાયણ ૨૬૨
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
આ રજોહરણની ખાણ * ઉભો જ રહો ત્યાંથી એક પણ કદમ પાછો ન હઠયો કારણકે – એ જે કામ માટે આવ્યો હતો તે કરીને જ જવા ઇચ્છતો હતો અને તે શુદ્ધ દૃષ્ટિવાળો હોઈ, પવનંજયના મિત્ર તરીકે, શ્રીમતી અંક્લાસુંદરીને પોતાના મિત્રના આગમનની વધામણી આપવા આવ્યો હતો. આ સ્થિતિવાળો મૂંઝાયા વિના ઉભો રહે, એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. પણ એ રીતે તેને ઉભો રહેલો જોઈને, શ્રીમતી અંજનાસુંદરી આવેશવાળી બને છે અને આવેશમાં આવી પોતાની ‘વસંતતિલકા નામની સખીને ઉદ્દેશીને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે
વરાતિનવે ઢોw[[, વિમૃત્યેનું ઘહિ ક્ષિપ ? क्षपाकरविशुद्धास्मि, नैनं दृष्टुमपि समा १११॥" “પવનંનયમુન્હાત્વા-મુશ્મન્મમ જિતને ? ન પ્રવેશધdotરોડસ્ત, વંચાવ doમુદ્રાક્ષસે ૨ ”
“હે વસલ્તતિલકે ! હાથથી પકડીને તું આને બહાર ફેંકી દે, કારણકે - ચંદ્રની માફક વિશુદ્ધ એવી હું આને જોવા સમર્થ નથી."
‘એક પવનંજય' ને છોડીને આ મારા મકાનમાં કોઈપણ પુરુષને પ્રવેશ કરવાનો અધિકાર નથી તો તું આ શું જોયા કરે છે ?"
| વિચારો કે આ ઉદ્ગારો કેટલા અઘરા, મર્મવેધી અને તિરસ્કારને સૂચવનારા છે ? છતાંપણ સતીના સતીપણાને સમજનારો અને સતી ધર્મમાં માનનારો પ્રહસિત, જરાપણ રોષે ભરાયા વિના પ્રસન્ન ચિત્ત મહાસતી અંજનાને નમી પડે છે અને તે પછી કહે છે કે
હે સ્વામિની ! આપ આજે ભાગ્યે કરીને વધો છો અર્થાત્ – આપનું ભાગ્ય આજે ચઢી ગયું છે કારણકે આજે ચિરસમયે ઉત્કંઠાપૂર્વક આવેલા પવનંજય સાથે આપને સમાગમ થવાનો છે. જેમ કામદેવનો મિત્ર વસંતઋતુ છે, તેમ તે પવનંજયનો પ્રહસિત' નામનો હું મિત્ર છું જેમ કામદેવના આગમન પૂર્વે વસંતઋતુ આવે છે, તેમ પવનંજયની