________________
“અહો doફ્તfમહાસ , ઘરપુંસાથી ત્વયા ? अलं ज्ञातेन मेहस्थाः , परनारी निकेतने ॥१॥" | ‘અહો ! તું કોણ અહીં આવ્યો ? અથવા પરપુરુષ એવા તને જાણવાથી પણ સર્યું ! તું આ પરવારીના મકાનમાં ઉભો રહે !”
| વિચારો કે પોતાના મકાનમાં એક પરપુરુષના પેસવાથી પણ સતીનું હૃદય કેટલું આશ્ચર્યચક્તિ થઈ જાય છે? એટલું જ નહી પણ, આશ્ચર્યમગ્ન અવસ્થામાં “તું કોણ છે?” એમ પૂછાઈ ગયેલા પ્રશ્નને પણ દાબી દઈને, તે મહાસતી સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે પરપુરુષ એવા તને જાણવાની પણ મને જરૂર નથી અને પરનારી એવી મારા મકાનમાં તારે ઉભા રહેવું નહિ. ‘આ સ્પષ્ટ કથન ‘સતીઓને પોતાના સતીપણાની અને સતીપણાની પોષનારી વસ્તુઓ સિવાય બીજી કોઈ જ વસ્તુની કિંમત નથી હોતી' આ વાતને સ્પષ્ટ કરે છે. અને આ દશા વિના સતીપણાનું પાલન વસ્તુતઃ શક્ય પણ નથી.
ખરેખર, સતીપણાના આદર્શો એવા અનુપમ છે કે જો એને સુવિશુદ્ધ રાખવામાં આવે, તો એની વિશિષ્ટતા આગળ બધુ જ તુચ્છ ભાસે; પણ આજની સ્વતંત્રતાના નામે પ્રાય: સ્વચ્છંદી બનેલી સદીમાં, આ આદર્શોની અનુપમતા સમજાવી, એ અશક્ય નહિ તો દુ:શક્ય તો છે જ કારણકે આજે સ્ત્રીઓની મહત્તા જાહેરમાં આવવાથી મનાવા લાગી છે અને એમાં જ આજના પુરુષમાવીઓ ઉદયનાં દર્શન કરી રહ્યા છે. ! તેમજ એ પદ્ધતિથી ઉદય માનનારા પુરુષમાનીઓ આજે શુદ્ધ મનાવા લાગ્યા છે. પણ શુદ્ધ મતિથી વિચારણા કરવામાં આવે, તો જરૂર સમજી શકાય તેમ છે કે “એ મહત્તા મારી નાખનારી છે. એમાં ઉદય જોનારા વસ્તુત: પુરુષો જ નથી અને એવા પુરુષોને શુદ્ધ મનાવવા કે માનવા, એ પણ ભયંકર મૂર્ખાઈ છે. શીલના પ્રેમીઓએ તો આ વાત સમજયા વિના છૂટકો જ નથી. મહાસતીના આવા સ્પષ્ટ કથન છતાંપણ પ્રહસિત તો સ્થિરપણે
જૂર કર્મની મશ્કરીઃપવનંજય અને અંજતા..૭
૨૬૧ રાક્ષશવંશ
અને વાનરવંશ