________________
જ મધ્યાહ્નની જેમ પ્રકાશિત બનીને ધારણાતીત માત્રામાં અદા કરી જાયું હતું અને વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકેની યશસ્વી તેજસ્વી જીવનયાત્રાના પૂર્ણવિરામ સુધીની સુદીર્ઘ સમયાવધિ દરમિયાન પણ દિન દિન ચઢતે રંગે આ જવાબદારીનું જતન કરી જાણ્યું હતું. એથી પ્રતિકારક એ પ્રવચન શૈલીમાં ક્યાંક નદી જેવો ખળખળ વાદ તો ક્યાંક ઉંચેથી પડતા ધોધ જેવો ધ્વનિ, ક્યાંક કરુણા તો ક્યાંક કરુણામૂલક કઠોરતા જોવા મળે, તો તે સહજ ગણાય. આનું દર્શન આંખ અને અંતર વાટે આજેય પામવું હોય, તો ઝંઝાવાતના એ કાળ દરમિયાન જ થયેલાં પ્રવચનોનાં સંકલન સમા પુસ્તકો જૈન રામાયણ’ અને ‘જીવન સાફલ્ય દર્શન' વાંચવા વિચારવા અને વારંવાર વાગોળવા જ રહ્યા.
મુખ્યત્વે મુંબઈને કેન્દ્ર બનાવીને પૂરા જૈન જગત પર ફરી વળવાની મુરાદ ધરાવતો જે ઝંઝાવાત એ સમયે ફૂંકાયો હતો, એ ઝંઝાવાતની સામે ઝઝૂમીને એને હંફાવવા શ્રી રામવિજયજી મહારાજને ધારણાતીત સફળતા મળી હતી. એની ઈતિહાસ પણ સુવર્ણક્ષરે નોંધ લીધા વિના નથી રહી શક્યો. કારણ કે ઝંઝાવાતની સામે ઝઝૂમનારા પૂજ્યશ્રીની એ વાણીમાં વેધકતા, જબાનમાં જવાંમર્દી અને જીવનમાં જાજ્વલ્યમાનતા હોવાથી જેમના વિરોધમાં અણસમજણનો અંશ ભળ્યો હતો, જે વિરોધ જિજ્ઞાસાને કચડી નાખે એવો ન હતો, એવા વિરોધી વર્ગ પર તો એ વાણી જાદુની જેમ અસર કરનારી પૂરવાર થઈ હતી અને કેટલાક માંધાતા ગણી શકાય એવા વિરોધીઓ બગાવતના-ઝંઝાવાતના એ ઝંડાને ફગાવી દઈને સત્યની છાવણીમાં સામેલ થઈ ગયા હતા. બાકી વિરોધ કરવા ખાતર જ વિરોધ કરનારા વર્ગને તો બોધની દિશા ચીંધવામાં કોણ સફળ બની શકે ? ઊંઘવાનો ડોળ કરીને સૂતેલાને સાદ દઈ દઈને જગાડવામાં હજી સફળ બની શકાય, પણ વિરોધનું આવું આંધળું માનસ ધરાવનારને સાચા રાહે કોઈ જ ચડાવી ન શકે.
રામાયણ અને રામ એટલે સૂરિરામ વચ્ચેનો યોગાનુયોગ પણ જાણી લેવી જેવા છે. જૈન અને અજેન જગતને રામાયણના રસાસ્વાદની