________________
થી .
જૈન રામાયણ ૨૫૪
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
એ રજોહરણની ખાણ વીસમી સદીમાં આ નભે ? શું થાય છે તો તમે જાણો, કારણકે તમે તો અનુભવી છો ? અનુભવને ઉપયોગમાં લો. કદિ પણ પ્રહાર નહિ લેનાર પતિ જયારે યુદ્ધમાં જાય છે, તે વખતે પણ તે પ્રેમથી નિહાળવા આવે છે, પણ તેણીમાં ‘એ પતિ મારો ક્યાં હતો? ગયેલો જ છે, ભલે તો આવી ભાવના ન જ આવી ! જયારે ઝરૂખે જઈને પતિને જુએ છે, તે વખતે એના શરીરની રૂપની હાલત કેવી હતી તે પણ આપણે જોઈ ગયા. આવી દુ:ખદ અવસ્થામાં અને નીતરતે નયને ઉભેલી પોતાની પત્નીને જોવા છતાંપણ, વિચિત્ર ભાવનાથી ભરેલા પવનંજયે તો હદયથી તેને નિર્લજ્જ અને નફ્ફટ' માની અને એ માન્યતાના પ્રતાપે તેના પ્રત્યે દૃષ્ટિ સરખી પણ કર્યા વિના ચાલ્યો, તે છતાંય તે મહાસતી તો તે ચાલ્યો જાય તે પૂર્વે નીચે આવે છે. શાસ્ત્રોમાં સતીઓ કહી તે આ ! તેઓની પ્રશંસા થઈ તે આટલા માટે ! પતિ ગમે તેવો હોય પણ તે શુભ કાર્યો જતો હોય, તો આશીર્વાદ દેવો જ જોઈએ. પોતે પ્રેમથી ઝરૂખે જોવા આવી, છતાં પતિ તેને નિર્લજ્જ અને નફ્ફટ માની ચાલ્યો જાય છે, તેમ જોવા છતાંપણ ગુસ્સો ન આવ્યો અને નીચે આવી ! આ દશામાં ગુસ્સો ન આવે ? ઠંડુ પાણી પણ અગ્નિથી ગરમ ન થાય ? પાણી પોતાનો સ્વભાવ છોડે પણ સતી પોતાનો સ્વભાવ ન જ છોડે' એજ વ્યાયે અંક્લાસુંદરી ગરમ નથી થતી, કારણકે એ મહાસતી છે. ગુસ્સે નથી થતી એટલું જ નહિ, પણ ઉલ્ટી વિનવે છે કે હે સ્વામિન્ ! તમે બધાને મળ્યા, બધાને બોલાવ્યા, નોકરચાકરની પણ સંભાળ લીધી અને મારી જરાપણ સંભાળ ન લીધી અથવા મને બોલાવી પણ નહિ, મને નોકરની કોટિમાં પણ ન ગણી, તો પણ હું વિનંતી કરું કે મને ભૂલી ન જશો, તમારો માર્ગ કલ્યાણકાર થાઓ અને પુન:વહેલા પધારી આ ઘસીને આનંદ આપવાની કૃપા કરજો. વિચારો કે આ શબ્દોમાં ક્વી અને કેટલી મધુરતા છે ! અંતર કેવું વિશુદ્ધ છે ! આટલું છતાંપણ અયોગ્ય