________________
સદ્ભાવ સાચવી શકે છે અને વધારી શકે છે, તે આત્માએ ખરેખર, પોતાના અમૂલ્ય માનવજીવનની સફળતા સાધી, પોતાના આત્માને આસન્નસિદ્ધિક બનાવે છે. ધન્ય છે એવા શુદ્ધ હૃદયના આરાધક આત્માઓને !
હવે પવનંજયે કરેલી અવગણનાના યોગે શ્રીમતી અંજનાસુંદરીની થયેલી દશાનું વર્ણન કરતાં, લખ્યું છે કે
"पत्यवनावियोगार्ता, गत्वान्तर्वेश्मभूतले ।
વામિwતનાસિંધુ-તટીવ નિપાત સ ????” ‘પાણીથી ભેદાઈ ગયેલું નદીનું તટ જેમ પડી જાય, તેમ પોતાના પતિની આવી અવજ્ઞા અને વિયોગથી પીડાતી શ્રીમતી અંજનાસુંદરી, ઘરની અંદર જઈને એકદમ ભૂતલ ઉપર પછડાઈ પડી, અર્થાત્ ચક્ર આવવાથી મૂછિત થઈને જમીન ઉપર પડી ગઈ.'
આટઆટલા દુઃખને ભોગવવા છતાં પણ, શીલધર્મની અનુરાગિણી શ્રીમતી અંજનાસુંદરી, પતિનું અસુંદર ચિતવતી નથી કે તેના પ્રત્યે અસભાવને ધરતી નથી એટલું જ નહિ પણ ઉલટી તે તો પોતાના અશુભોદયને ચિંતવે છે ! વિચારો કે - કેવો શીલધર્મ પ્રત્યે અવિહડ રંગ ? સમ્યગદષ્ટિ આત્માઓએ પોતાના હિતચિંતક તારકો પ્રત્યે કેળવવાનો છે જે કેળવશે તેનું જ કલ્યાણ થશે, પણ અન્યનું નહિ જ.
પવનંજયનું હદય પરિવર્તન શ્રીમતી અંક્લાસુંદરીની હાલત ઘણી જ ભયંકર થઈ છે તે આપણે જોયું. પતિ કદિ બોલાવતા નથી, આશ્વાસન આપતા નથી અને વર્ષોથી ખબર પણ લેતા નથી એ દશામાં સ્ત્રીને દ્વેષ આવ્યા વિના રહે ? સામાન્ય સ્ત્રીને ન રહે, પણ આ તો મહાસતી હતી તેના હૃદયમાં તો એવા પતિ પ્રત્યે પણ સંભાવના જ જાગૃત રહી. એની ભાવનામાં લેશ પણ પરિવર્તન ન થયું.
ફૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજતા..૭
૨૫૩ રાશિવંશ
અને વાનરવંશ