________________
સ્ફોટ કરવામાં, શ્રી નારદજીએ સમયને આડો ન ધરતાં, બેધડકપણે ખુલ્લા શબ્દોમાં સત્યનું પ્રકાશન કરી દીધું અને કહી દીધું છે કે આ ધર્મ નથી પણ ઘોર અધર્મ છે, પશુઓથી યજ્ઞ કરનારા મનુષ્યો નથી પણ રાક્ષસો છે અને તેઓ નરકનાં દુ:ખો ભોગવવા માટે જ સરજાયેલા છે.' ખરેખર, ધર્મી આત્માઓનું હૃદય ધર્મની ગ્લાનિ વખતે ખળભળી ઊઠ્યા વિના રહેતું જ નથી. માન-પાનના રક્ષણ ખાતર અને વાહવાહની પ્રાપ્તિ માટે ધર્મના નાશ વખતે, સાચો આત્મા કોઈપણ રીતે મૌન ધરી શકતો નથી. પ્રાણનાશના પ્રસંગને નોતરીને પણ શ્રી નારદજીએ સત્યનું પ્રકાશન કર્યું. જમાનાવાદીઓ આવા પ્રસંગો વિચારે, તો જરૂર પોતાના જીવનને નષ્ટ થતું બચાવી શકે છે, પણ તેમની ચોમેર ફરી વળેલા શિકારી જેવા સ્વાર્થી આત્માઓ, આવા પ્રસંગોનો વિચાર અને વિશુદ્ધ વર્તન કરવાની તેમને તક આપે તો !
શ્રી રાવણ જેવા સમર્થ માણસે પણ પોકાર કરતા શ્રી નારદજીને એમ ન કહયું કે ‘એટલા મોટા વિરોધીઓના ટોળામાં તમે શું કામ ગયા અને ગયા તો સમય જોયા વિના બોલ્યા શું કામ? એવા ટોળામાં જાવ હર અને સમય જોયા વિના બોલો તો માર પણ ખાવો પડે અને ભાગવું પણ પડે. એમાં વળી પોકાર શું કામ? વાત પણ ખરી છે કે સમ્યગદૃષ્ટિ આત્માના મુખમાંથી એવા ઉદ્ગાર નીકળે પણ કેમ? શ્રી રાવણ તો ઊલટા તેમના પોકારને સાંભળી પોતાનું કામ તરત જ પડતું મૂકીને, પ્રાણીઓને બચાવવા માટે પ્રયાણ કરે છે. સાચો ધર્મપ્રેમી ધર્મરક્ષા માટે પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં લેશ પણ પ્રમાદ કે ઉપેક્ષા નથી જ કરતો અને એમાં જ તેનાં ધર્મપ્રેમની કસોટી થાય છે.
શ્રી રાવણનો ધર્મરક્ષક પ્રયત્ન દેવર્ષિ શ્રી નારદજીનો પોકાર સાંભળીને તરત જ તે સઘળું જોવાની ઇચ્છાથી શ્રી રાવણ વિમાનમાંથી ઊતરીને તે યજ્ઞમંડપમાં ગયા અને તે ‘મરુત' રાજાએ પણ શ્રી રાવણની પવિત્ર સિંહાસનાદિકથી પૂજા કરી. તે પછી કોપાયમાન થયેલા શ્રી રાવણે ‘મરુત' રાજાને કહેવા માંડ્યું કે
રાક્ષશવંશ અને વાનરવંશ
દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫