________________
જૈન રામાયણઃ |
જોહરણની ખાણ ૧૪૬
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
શ્રી નારદજીના આ પોકારમાંથી અનેક વાતો સમજવા જેવી છે. ‘અજ્ઞાન આત્માઓ દંભી અને સ્વાર્થીઓના પાશમાં સપડાવાથી ગમે તેવા પાપને પણ ધર્મ માની લે છે અને ધર્મના નામે અનેક જાતિના નિધૃણ કાર્યો કરવાનું આરંભે છે. આવા આત્માઓને પાપમાર્ગમાંથી બેસ્ટ બચાવવા ઇચ્છે અને સત્ય વસ્તુનું ભાન કરાવવાનો પ્રયત્ન કરે, તે પણ પાપાત્માઓથી સહી શકાતું નથી. વળી સત્ય વસ્તુનું ભાન કરાવવા માટે ઉપકરી પુરુષો કઠોર શબ્દોનો પણ ઉપયોગ કરવાનું નથી ચૂકતા અને તેમ કરતાં ઉપકારીને ઘણું ઘણું સહેવું પડે છે.' આ બધી જ વાતો, શ્રી નારદજીના પોકારમાંથી આપણને મળી આવે છે. નારદજીના પ્રશ્નના ઉત્તરમાં ‘મરુત' રાજાએ હિંસામાં ધર્મ મનાવ્યો અને તે ધર્મને સ્વર્ગના હેતુ તરીકે વર્ણવ્યો, એ પ્રતાપ સ્વાર્થી અને દંભીઓનો હતો અને તે વાત રાજાએ પોતે બ્રહ્મગોહિત બ્રાહ્મણોએ કહેલો છે. આ પ્રમાણે કહીને
સ્પષ્ટ કરી છે. હિંસામાં ધર્મ મનાવી રાજા પાસે પાપીઓએ અનેક પ્રાણીઓનો નાશ આરંભાવ્યો હતો, તેમાંથી રાજાને બચાવી લેવા માટે અને દંભીઓનાં સ્વરૂપને પ્રગટ કરવા માટે શ્રી નારદજીને તદ્દન સ્પષ્ટભાષી થવું જ પડ્યું અને એ સ્પષ્ટભાષીપણું સ્વાર્થી બ્રાહ્મણોને ઘણું જ ભારે પડી ગયું પરિણામે તે દુષ્ટોના આક્રમણથી બચવા માટે શ્રી નારદજી જેવાને નાસવું પડ્યું. ખરેખર, પાપાત્માઓ પોતાના પાપને ચાલુ રાખવા માટે સઘળું જ કરવાને તૈયાર હોય છે. સભ્યતા આદિનો લોપ કરી સત્યવાદીઓ ઉપર સઘળી જાતિનાં આક્રમણ લાવવાને તે કદી જ નથી ચકતા પણ સાથે સત્યવાદીઓ પણ સત્યના પ્રચાર માટે તેટલા જ સજ્જ અને પ્રયત્નશીલ હોય છે. એ જ કારણે ભયંકર પરાભવ પામવા છતાં પણ નિરપરાધી પ્રાણીઓને બચાવવા માટે શ્રી નારદજીએ શ્રી રાવણ પાસે આ જાતિનો પોકાર કર્યો.
જમાનાવાદીઓને લેવા જોગ શિક્ષાપાઠ આ પોકારમાંથી આજના જમાનાવાદીઓને પણ લેવા જોગ શિક્ષાપાઠ મળી શકે તેમ છે. સંખ્યાબંધ વિરોધીઓની વચમાં સત્યનો