________________
જૈન રામાયણઃ,
પર રજોહરણની એ ૧૨૮
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
આવા-આવા આત્માઓનાં દૃષ્ટાંતો લઈ એકદમ કર્તવ્યનિષ્ઠ બની જવું જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મા શ્રી જિનેશ્વરદેવના પૂજન વિના ન જ રહી શકવો જોઈએ. પોતાના પરમતારકની સેવા કર્યા વિના અન્ન કે પાણી તે આત્માને કેમ જ રુચે ? ત્રણે કાળ તેનો આત્મા પોતાના તારકની સેવા માટે ઉજ્વળ કેમ ન રહે ? જે આત્માને શ્રી જિનેશ્વરદેવની સેવા તરફ ઉજ્વળ બેદરકારી છે, તે આત્માને પોતાના કલ્યાણની જ બેદરકારી છે? એમ કહેવું એમાં કશી જ અતિશયોક્તિ નથી. પોતાને જૈન કહેવરાવનાર આત્મા શ્રી જિનેશ્વરદેવની પૂજામાં પણ પ્રમાદી હોય, તે કેમ ચાલે ? જે દિવસે સંયોગવશ પ્રભુની સેવા ન થઈ શકે તે દિવસે જેનો આત્મા ઉદ્વિગ્ન ન બને, તો તેનો આત્મા શ્રી ક્લેિશ્વરદેવનો રાગી છે, એમ શી રીતે માની શકાય ? જેઓ આજે ‘શ્રી જિનપૂન ખાસ કાર્યપ્રસંગે ન થાય તો શું ? વગેરે વગેરે બોલે છે, તેઓ ખરે જ શ્રી જિનશાસનના મર્મને સમજી જ શક્યા નથી. જૈન અને શ્રી જિનેશ્વરદેવની પૂજા પ્રત્યે બેદરકારી - આ બે વાતોને જરાપણ મેળ નથી. સાચો ન ગમે તેવા પ્રસંગે પણ વિશ્વતારક શ્રી ક્લેિશ્વરદેવની પૂજા વિના રહી શકે જ નહિ અને જો કદાચ અનિવાર્ય સંયોગોમાં તેનાથી જે દિવસે શ્રી જિનેશ્વરદેવની પૂજા ન થઈ શકી હોય, તે દિવસે તેનો આત્મા પશ્ચાત્તાપના તાપથી સળગતો રહે અને તે દિવસને તે ‘વંધ્ય દિવસ' તરીકે જ ઓળખે.
પૂજામાં અંતરાય કરનારો ઉપદ્રવ અને
શ્રી રાવણનું કર્તવ્યપાલન આપણે ઉપર જોઈ આવ્યા તે પ્રમાણે પરમ પુણ્યશાળી અને કર્તવ્યનિષ્ઠ શ્રી રાવણ, મણિમય પટ્ટ ઉપર શ્રી અરિહંતદેવના રત્નમય બિંબને સ્થાપન કરીને, પૂજા કરવામાં રક્ત બનીને બેઠા છે. તે વખતે