________________
ધારણ કરતી અને વારંવાર માછલાંઓના ઉદ્વર્તનથી કટાક્ષોને મૂકતી હોય એમ લાગતી હતી. આવી રીતે ચતુર કામિનીના જેવી લાગતી રેવા' નદીના તટ ઉપર યુથથી પરિવરેલો ઉદ્ધુર હસ્તિપતિ જેમ વાસ કરે, તેમ સૈન્ય સાથે શ્રી રાવણે વાસ કર્યો.
સમ્યગ્દષ્ટિની કર્તવ્યનિષ્ઠા આવા મોટા રાજ્યના ઘરનારા આત્માઓ પણ પોતાના કલ્યાણકારી નિત્યકૃત્યમાં પ્રમાદી નહોતા બનતા. યુદ્ધ માટે નીકળે, છતાં પણ પોતાના નિત્યકૃત્યમાં પુણ્યશાળી આત્માઓ નિરંતર સાવધાન રહેતા. માર્ગમાં પણ પુણ્યશાળી આત્માઓ ધર્મની સામગ્રી સાથે જ રાખતા. ધર્મના સ્વરૂપથી સુપરિચિત થયેલા આત્માઓને ધર્માનુષ્ઠાન સેવ્યા વિના ચેન જ નથી પડતું. જે આત્માઓ નિત્યજ્યમાં પણ ઇરાદાપૂર્વક બેદરકાર હોય છે, તે આત્માઓ વાસ્તવિક રીતે ધર્મને પામેલા જ નથી હોતા. ધર્મથી રંગાયેલા આત્માઓ કદીપણ પોતાની નિત્યકરણી કર્યા વિના રહી શકતા નથી.
પુણ્યશાળી શ્રી રાવણે રેવા નદીમાં સ્નાન કરી, બે ઉજ્વળ વસ્ત્રો પહેરી અને સમાધિપૂર્વક સુદઢ આસને બેસી મણીમય પટ્ટ ઉપર શ્રી અરિહંત ભગવાનના રત્નમય બિંબને સ્થાપના કરી, રેવા નદીના જળથી તે બિંબની જળપૂજા કરી, તે જ નદીમાં, ઉત્પન્ન થયેલાં વિકસિત કમળોથી પૂજા કરવાનો આરંભ કર્યો.
આ રીતે પુણ્યશાળી આત્માઓ પોતાના નિત્યકૃત્યમાં અપ્રમત્ત જ હોય છે. કર્તવ્યનિષ્ઠ બન્યા વિના સાધ્યસિદ્ધિ થઈ જ શકતી નથી, માટે સમ્યગ્દષ્ટિ આત્મા ‘ભાગ્ય-ભાગ્ય' કર્યા વિના આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં તો પ્રયત્નશીલ જ રહે છે. પ્રયત્ન કરવા છતાં પણ ન થઈ શકે, તો જ તે પોતાનો પાપોદય’ માને છે અને તે પાપોદયને નષ્ટ કરવા માટે શક્તિ મુજબનો પ્રયાસ ચાલુ જ રાખે છે. કલ્યાણના અર્થી આત્માઓએ
| શ્રી રાવણ અને ધર્મભાવ...૪ .
૧૨૭ રાક્ષશવંશ
અને વાનરવંશ (