________________
જૈન રામાયણ ૧ ૦૪
' જ રા
'
ય
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
રહરણની ખાણ જે ઉત્તમ પ્રકારની મુનિચર્યા મોક્ષ આપવામાં સમર્થ છે, તો તેની આગળ લબ્ધિઓની તો કિંમત પણ શી છે? અને એ જ કારણે કેવળ મુક્તિની જ કામનાવાળા આવા મુનિવરોને લબ્ધિઓની પરવા પણ નથી હોતી. અનેક લબ્ધિસંપન્ન હોવા છતાં પણ આવા મુનિવરો કેવળ સંયમયોગોની સાધનામાં જ રક્ત હોય છે. એ જ પ્રમાણે મુનિપુંગવ શ્રી વાલી પણ અષ્ટાપદ ઉપર જઈ, ભુજાઓને લાંબી કરી, કાયોત્સર્ગ ધારણ કરતા અને તે સમયે શરીરની પણ મમતા વિનાના તે મુનિપુંગવ, કાયોત્સર્ગમાં સ્થિરપણે ઊભા રહેતા. આ રીતે એક મહિનાને અંતે કાયોત્સર્ગને પાળતા અને પારણું કરતા. એમ વારંવાર એક-એક આસને કાયોત્સર્ગ કરતા અને પારણું કરતા. આ રીતે તપ, ધ્યાન અને નિર્મમ અવસ્થામાં પોતાનું મુનિજીવન પસાર કરતા. આવા મુનિવરોને મુક્તિ કેમ દૂર હોય?
વિમાનનું ખૂલન અને વાલીમુનિનું દર્શન આ રીતે આ બાજુ ઋષિપુંગવ શ્રી વાલીમહારાજાનું ત્યાગજીવન ચાલે છે, ત્યારે આ તરફ શ્રી રાવણનું ભોગજીવન ચાલે છે. મહારાજા વાલી સંયમધર થયા પછી તેમના લઘુ ભાતા શ્રી સુગ્રીવ, કે જેમને શ્રી વાલીમહારાજાએ પોતે જ ગાદી ઉપર સ્થાપન કર્યા છે, તેમણે સુકાઈ જતા પૂર્વના સ્નેહરૂપી વૃક્ષને પ્રફુલ્લિત રાખવા માટે પાણીની નીક સમાન “શ્રીપ્રભા' નામની પોતાની બહેન શ્રી રાવણને આપી અને શ્રી ચંદ્રરમિ' કે જે મહારાજા શ્રી વાલીના પુત્ર છે, મહાપરાક્રમી છે, અને ચંદ્રના કિરણ જેવા ઉજ્જવળ યશવાળા છે, તેમને યુવરાજપદે સ્થાપન કર્યા. શ્રી રાવણ, શ્રી સુગ્રીવની ભગિની શ્રી પ્રભાતે પરણીને અને સાથે લઈને લંકા નગરીમાં ગયા. ત્યારબાદ બીજા પણ અનેક વિદ્યાધર નરેંદ્રોની રૂપવતી કન્યાઓને બળથી પણ શ્રી રાવણ પરણ્યા. આ રીતે