________________
સભા : પરીક્ષક તો લાલચું હોય ને ?
પૂજયશ્રી: આમાં પરીક્ષક પ્રાય: લાલચુ ન હોય. અહીંના લાલચુ પરીક્ષકો તો પાપાત્મા છે. જેનામાં સ્વાર્થની ભાવના આવી તે તારક નથી બની શકતા. મોહાંધો શ્રી જિનેશ્વરદેવના શાસનના ગુરુપદે શોભી શકતા જ નથી. પાપ કરે તો દુર્ગતિનો કાયદો ગૃહસ્થોને જ માટે છે અને સાધુઓ માટે નથી એમ નથી. મુનિપણું ન સાચવવાથી હાથમાં ઓઘો છતાં કઈ નરકે પણ ગયા છે. પરીક્ષક એવા જોઈએ કે સામાને અન્યાય ન થાય અયોગ્ય પાસ ન થઈ જાય, તેમ યોગ્ય પાસ થયા વિના રહેવો પણ ન જોઈએ. ‘નાલાયક ચાંદ લઈ ન જાય અને લાયક ચાંદ વિના રહી પણ ન જાય' આ કાળજી પરીક્ષકને ખાસ હોવી જ જોઈએ. તેમ અહીં પણ એ પરીક્ષા કે યોગ્ય આવે તો એક ક્ષણ પણ ઓઘા વિના રહી જવો ન જોઈએ.
વીરવર રાજ શ્રી વાલી મુનિવરની
મુનિચર્યા અને લબ્ધિઓની પ્રાપ્તિ ઋષિપુંગવ શ્રી ગગનચંદ્રની પાસે શ્રી જૈનેશ્વરી દીક્ષાનો સ્વીકાર કર્યા પછી તે મહાપુરુષ विविधाभिग्रहस्तप-स्तत्परः प्रतिमाधरः ।
ધ્યાનવીન્ નિર્મમો વાની, મુનિર્વાહરતાવની રાતે वालीभट्टारकस्याथो-त्पेदिरे लब्धयः क्रमात् ! । संपदः पादपस्यैवं, पुष्पपत्रफलाढयः ॥२॥
શ્રી વાલી મુનિવર વિવિધ પ્રકારના અભિગ્રહોને અંગીકાર કરી, તપ તપવામાં તત્પર થઈ અને પ્રતિમાઘર બની, ધ્યાનમગ્નપણે અને નિર્મમપણે પૃથ્વી ઉપર વિહરવા લાગ્યા અને એ રીતે વિહરતા એવા પૂજ્ય શ્રી વાલી મુનિવરને, વૃક્ષને જેમ પુષ્પ, પત્ર અને ફળ આદિ સંપદાઓ ઉત્પન્ન થાય, તેમ ક્રમે કરીને અનેક લબ્ધિઓ પ્રગટ થઈ.'
' - શ્રી રાવણ અને ધર્મભાવ...૪
૧૦૩ રાક્ષશવંશ
અને વાનરવંશ