________________
હરિવંશ ઢાલ સાગર
જીવન મરણતણું શું માહરૂં, અબલા તે ધુર નામે રે; પુરૂષપણે તેને શ્યો ઉપાજર્યો, જેહથી નસરે કામરે. સ્વા. ૧૧. દિન વચનમે એહી વિનવીઓ જેમ જાણે તેમ કીજે રે; એટલો જાણું જોર અરિને, ક્યું એ સુજશ ન લીજે રે. સ્વા૦ ૧૨ ચાલો તે પ્રભુને પહોંચાવું, સામગ્રીને પાસે રે; ચાલી કહેતા ચતુર૫ણુથી, ચાલી લઈ ઉહાસે રે. સ્વા. ૧૩ સ્વામી નિરખી સુંદરી હરખી, આરતિ કીધી કેણે રે; નારીરૂપધરી પ્યારે પીઉડે, પઘનીશું સુખ માણે રે. સ્વા. ૧૪ કામ સમારી સૈયર કેર, પ્રભાવતી ઘર ચાલી રે; લોકાચાર વ્યવહાર વિશે, ચિત્તડ પિઉને આલી રે. સ્વા. ૧૫ દિન કેતાને આતરે માનસ, વેગે લખી એ વાતે રે; કેપ તણે વશ કલકલીઓ અતિ, કાલે પીલો થાત રેસ્વા૦ ૧૬ માંડી સમર તણું રે સજાઈ, શેચ ન કીધો કેઇ રે; સિંહતણું પરે શુરપણુથી, આણું અડી દેઇ રે. સ્વા. ૧૭ જાણી અન્યાઇ છેડે ભાઈ, ભાઈ ધર્મ સહાઈ રે; એચર પ્રભુને પક્ષ કરતા, મચી અધિક લડાઈ રે, સ્વા. ૧૮ તવ તો વેગવતીની માઈ, જાણી જમાઈ યારે રે; દિવ્ય તીરના તરકસ દેઈ, દીધે ધનુષ ઉદારે રે. સ્વા. ૧૯ પ્રજ્ઞાપતિ વાર વિદ્યા વાસ, પ્રભાવતીથી પાઈ રે, વિદ્યાબલને ભુજબલે વલી, બાંધ્યો ત્રીયાને ભાઇ રે. સ્વા. ર૦ સાસુ સામી આવી માગે, પુત્ર ભિક્ષા મુજ દીજે રે; બંધન છેડી સાલા સાથે, પરિઘલ પ્રીતિ કીજે રે. સ્વાર૧. સેમશ્રીને પ્રભુ પહિરાવી, સાથે હુ ખગ સોય રે; એસી વિમાને મહાપુરી આયા, સાસરીયા સુખ હોય છે. સ્વા. રર