________________
૩૧૧
ખંડ પાંચમે
એકદિન આવે છે, સીમંધર પાસે મારા વિધિયુત વંદે હો, મન ઉલાસે મારા પૂર્વભવને હે, સયલ વિચારો મારા પૂછયા ભાંખે હે, જીનવર સારા મારા પુનરપિ પૂછે છે, બંધવ માહરા મારા, તેહનો કિહાં છે હે, શુભ અવતારો મારા તવ જિન ભાંખે છે, હરી ઘર સેહે મારા સુખમેં હો, જનમન મોહે મારા મુજને મેલે હા, ભાઈશું હશે મારા કે નહિં ભાંખે છે, જિનવર જોશે મારા
સુણ તું સુરવર હો, નહિં પણ ત્યાં હું મારા હરીઘર નંદન હે, થાશે ઉચ્છાહિ મારા તવ પ્રણમીને હો, જિનપદ ભાવે મારા હરી સમીપે હે, સુરવર આવે મારા વાત જણાવી હૈ, હરીને સઘલી મારા હરીએ સાંભલી , હરખ ધરીને મારા હાર સલુણ હે, હરીને દીધો મારા તે મણભામુર હે, નામે પ્રસિદ્ધ મારા વિધિ તવ દાખી હૈ, સુરવર જાવે મારા હરી મન એહ છે, વિતક થાવે મારા જે ભામાને છે, એ સુત આવે મારા મદન સંઘાતે હે, ઠેષ મિટાવે મારા એ મમ હરીનો હો, મને લહીયો મારા હાર વૃત્તાંત જ હા, મા શું કહીયે મારા અવર ન ચાહું , નંદ અનેરો મારા ક્રોડ સરીઓ , તુંહી ભલેરે યારા