________________
હરિવંશ ઢાલ સાગર
-
-
અચલ ર સંગ્રામે લહિ, ધરણિધર સમ ધરણ સંગ્રહિ; પૂરણ પુરે સઘલી વાત, ધન્ય અભિચંદ્ર તણું અવદાત. ૮ શ્રી વાસુદેવ દેગુંદકદેવ, જેહની સારે સુરીનર સેવ; એ દસાહિ બંધવની જેડી, પુન્ય પસાથે પહુંચે કેડી. ૯ સમ આચારી સઘલા કહિયા, માંહોમાંહિ સીતા લહીયા; માય બાપની ભક્તિ કરતા, બહિનડ આશીષ જયવંતા. ૧બહિન ભલી દેય સમશીલા, ભાગ્યવંતી અતિ રૂપ સુલીલા; કુંતી રૂપકલા ગુણ પાત્ર, માહેંદ્રી મહિમાવંત સુગાત્ર. ૧૧. કુંતિકમરી વ્યાહણકામ, કવિ કુરૂવંશ કહે અભિરામ; આદિનાથને સુત કરૂ જાણું, તેહથી કુરુક્ષેત્ર કહાણું. ૧ર કરૂ સુત હસ્તીરાય કહા, હથિણપુર ભલ નગર વસાવે; હસ્તીનુપ સંતાન વખાણું, વિધવીય નરેશ્વર જાણું. ૧૩ તદનંતર કુરુવંશે વારૂ, સનંતકુમાર ચકીશ્વર વા; શાંતિ કુંથુ અરજી સુખદાયા, દે દે પદવી નાથ કહાયા. ૧૪ ઇદ્રકેતુ નૃપ કીર્તિકેતુ, શુભવીય સુવીય સમેતુ; રાય અનંતવીય કૃતવીર્ય, સુભ્રમ ચકીશ્વર અતિ ધીર્ય. ૧૫ અસંખ્યાત નૃપ હુવા અનંતર, સાંતનરાય હુ હથિણુઉર; દુ:ખકે દારણ સાધુ ઉજાગર ત્રિછ હાલ કહે ગુણસાગર, ૧૬.
દેહા
હસ્તિનાપુર વર ધણી, પાલે રાજા નિ:શંક; પણ રાજાને એક એક લાગ્યો વડો કલંક. ૧ આહિડે કરતે ફિરે, જીવતણે સંહાર; શીખ ન માને કેહની, એ માટે અવિચાર. ૨