________________
હરિવંશ હાલ સાગર
મન વિલએ અતિ થાયે એ, જરાસિંધુ રિસાઈ એ, સવાઈ એ, ચક સંભારે એહવે એ, થક હાથે આવે એ, મગધેશ મન ભાવે એ, સભાવે એ, વચન કહે ઈમ તેહવે એ, મથુરામાંહિ જારક એ, રહેતે કરી ઘણી ઠાર, એ, કંસ મારક એ, આવ્યો છું ઇહા એકલ એ, " વેર પુર્વનું માતે એ, તિણે ઘણુ મુજ વાતે એ, રખે જાતે એ, માગ જાણ વેગલ એ. હવે નમું કુલારે એ, કરમાં ટિપણે તારે એ, કહેવું સારો એ, રણુ સાધે છે થઇને ભલે એ; ઈમ ઘણું લલકારી એ, એક ભમાડી ભારી એ, નભચારી એ, નાંખે રાખી આમલે એ. બેચર દેખી ત્રાસે એ, સેના જન સહુ નાસે એ, તસુ પાસે એ, સુરા પગ માંડી રહ્યો એ ચક ઉપદ્રવ ટાલે એ, પાંડવ ઉભા નિહાલે એ, તસુ ખાલે એ, શસ્ત્ર તણું ધારા વહે એ. ગયણાંગણ તે ગાજે એ, ચક્ર તણે અવાજે એ, વિરાજે એ, આવી ઉભે હરી આગલે એ, સંધવ પરે સેહાવે એ, દેખી હરી મન ભાવે એ, લેઈ વધાવે એ, ચક ભણી મુક્તાફેલે એ. ચાદવ કટક તેવા એ, હરખ્યો સહુ સંસારે એ, નરનારે એ, મિલી ઓચ્છવ કરે ઘણે એ, સુર મલી ગુણ ગાવે એ, કુલગર વરસાવે એ, ભલ ભાવે એ, કરે મહિમા હરજી તણે એ. ૧૪ ગગનવલે ઇમ વાણી એ, કહે પ્રગટ ગુણખાણ એ, અહિરાણું એ, વાસુદેવ નવમે સહિ એ;