________________
હરિવંશ રાય સાજ
ઉગ્રસેન કટક પિતાને, લેઇ ચાલ્યો દેઈને તાને; મહસેન રાજા યુદ્ધ રાગી, અલતેગ ચિહું ખુટ વાગી. ૩ માંહે પાંચ પાંડવ વડ ચોધ, રણુ કરતાં ન આવે બોધ તિમ સસરા સાલા બહુ મિલીયા,
કાયરા ચિત્તમાંહિ ખલભલીયા. ૪ સર્વે કટક મલ્યું શુભ શુકને, કુણ રુકે એ જાણી તકને રણ વાછત્ર ભંભા વાજે, રથ બેઠા શ્રીકૃણુ બિરાજે. ૫ વલી નિષધ કમર શિરદાર, ધર્યો મહાનેમી સેનને ભાર; આવી ખેંચ્યા રણને તીર, ડેરા દેઈને ઉત્તરાધીર. ૬ ગરુડ વ્યુહ આકારે કહીએ, ચંચુ અગ્રે બલભદ્ર લહીએ; એ હવે ઇંદ્રપુરીમેં બેઠે, અવધે સૌધર્મેન્દ્ર દીઠે. ૭ પ્રભુ યુદ્ધ કારણ પરવરીયા, બાલપણે કૌતુક રસ ભરીયા; મુક્યો સારથી માતુલી સાર, રથ પિતાને કરીને તૈયાર. ૮ બહુ છત્રીશ આયુધ ધરીયા, ભેટ મુકીને સંચરીયા કવચ સનાહ પહેરી સયણે, ચાલ્યો સારથી નેમને વયણે. ૯ પ્રભુ બેસી રથ શોભા, સવિ જોતાં સિન્યમેં લા; કેઈ શુર સુભટ સજજ પાવે, અષ્ટાપદ ઉપમા પાવે. ૧૦ માહે ભીમ ગદાને રસી, પરસેન દેખીને હસી એમ સુભટની કેડાછેડી, રણ કરવાને હડાહડી. ૧૧ સમપાધર જોઇને ચખાડ્યું, એન આપ આપણું વાવ્યું; રણથંભ તિહાં આપ્યા, દેવજ દડે કરી બહુ ઓયે. ૧૨ વીર વિદ્યાધર બહુ મલીયા, સગવટે સહુ આવી ભલીયા; કેઈ કૌતુક જોવા આવે, ભડ દેખીને ભય પાવે. ૧૩ ગજ અંડે સાંકળના ખડકાં, મરચા બાંધી કરે વલમાં હરાવર પાખરીયા પલાણે, ભાથા વલગાડયા ભરી જાણે. ૧૮