________________
અંક પહેલો
જંબુદ્વિપ પ્રસિદ્ધ પ્રમાણે, જેયણ લાખ કહાવે, ષટ કુલ ગિરિને ક્ષેત્ર સાતમું શભા અધિક પાવે. ભરતક્ષેત્ર જોયણસેં પંચ, શીસલા છોટાવે, ગરી વૈતાઢય વિચાલ વિશેષ કે, આધેઆપ કહાવે; સેલ હજાર સુસારદેશમેં આય સાઢા પચવીસે, જિહાંજિન પંચકલ્યાણીક હેવે ઈમ જિનમતમાં દિસે. ૨
સંબી નગરી વનવાડી, કુવા વાવ વિશેષી, ગઢ મઢ મંદીર પોલ પાગારકે, ઈદ્રપુરી સમ લેખી; રાજા રાજ કરંત વિશેષે, વિદ્યાવંત સમૂરે, હયગય રથ પાયકલ પુરિત, રાય મહારણ શૂરા. ૩ આ માસ વસંત વિરાજીત, રાય સુમુખ સરાગી, રામતિ રંગ કરેવા કારણ, ભૂપતિની મતિ જાગી; કઈ અટાલે કેઇ માલે, નારી તમારો લાગી; કૌતુક જોણું વંશ વિગેણું, હું ઘણું અનુરાગી. વીર કેવિંદક કેરી નારી, વનમાલા સુવિશાલા, નયણે નિરખી હરખી રાજા, રાગ ધરે તતકાલા; રૂપે રૂડી રંભા સરખી, વંશ વરતાવે દેવા, આઈ ઈહાં હું જાણું એ મુજ, પાસ કરાવણ સેવા૫ બેલી ખ્યાલ બેહાલ પરિણામે, રાજા મંદીર આવે, મંત્રીશ્વર ઉપાય કરીને, વનમાલા રાય મેલાવે; નારી સુશીલા પર પુરૂષાને, કદિય ન આવે પાસે, વાય તણે બલ દેવલની ધ્વજ, હુઇ અપુઠી નાસે. ૬ શીલ સુધારી જે બ્રહ્મચારી, નારી દેખી ન ચૂકે, રામચંદ્રજી સુપનખા જયું, માથે મારી મુકે; ભુંડે મુંડા દેય મીલતાં, કેડી અકારજ કીજે; દિર્ઘરાજા ચલણ રાણી, કેરી ઉપમા દીજે. ૭