________________
દ્વાદશાંગ ગુણ ગણધરા, ભાવે આત્મ સ્વરુપ પાંચે ઈન્દ્રિયો વશ કરે, તારક ભવજલ ફૂપ ........ ૨
કુમત કુવેલી હત કરી, ધર્મવેલ સુખકાર; સિંચન કરી ફલ અર્પતા, શીવસુખ રુપ મનોહાર ....... ૩
સારણ વારણ ગુણધરા, મોહપીડા હરનાર; નોદન પ્રતિનોદન કરે, ભવજલ તારણહાર...........૪
તિર્થંકર સમ શોભતા, તાસ પટ્ટ ધરનાર; અમુક ગુણે તસ સમ કહ્મા, ગુણ લબ્ધિ ભંડાર... ૫
૩૭ – શ્રી અરિહન્તપદ ચૈત્યવંદના
(રાગ-વિમલ કેવલજ્ઞાન કમલા કલિત) અરિહન્ત સન્ત ભદન્ત ગુણીયલ નરસુરાદિક સેવિત; સુખસાજ અર્પક માનમર્દક નમો નિત્ય જિનેશ્વર..............૧
વિમલભાવ વધારીને સવિ હરતા ભવિ દુઃખ ડુંગર, સૌખ્યકારક કહારક નમો નિત્ય જિનેધર .......... ૨
રાગ દ્વેશ વિદારી હારી ઘાતિ ગણ ઘનતાપને; સલ્તાન આપે દુઃખ કાપે નમો નિત્ય જિનેશ્વર............. ૩
પણતીશ અતિશય શોભતી જિનવાણીખાણી ગુણતણી; તત્વમણિ ભવિજનને-અપે, નમો નિત્ય જિનેશ્વર.............૪
ઈન્દ્રકૃત પ્રતિપૂજના પ્રતિહાર્ય આઠે શોભતા; લબ્ધિ ધારી ગુણ વિહારી નમો નિત્ય જિનેશ્વર ...૫
૩૮-શ્રી સિદ્ધપદનું ચૈત્યવંદન
જ્ઞાન ચતુષ્ટય સિદ્ધીથી, સિદ્ધિવધૂ વરનાર; અષ્ટ કર્મ હરવા થકી, પરમ જ્યોત ધરનાર....... ૧
સિદ્ધશિલાની ઉપરે, યોજન અન્તિમ ભાગ; સુખ અનંતા ભોગવે, મલતાં નિજ ગુણ લાગ......૨
લૌકિક સુખનો ગણિતથી, અનંત વર્ગ જો થાય; તોપણ સિદ્ધસુખ સારખું, સુખ નહિ કહેવાય......૩
(78)