________________
જનમ નહિ મરણો નહિ, આધિ વ્યાધિ નહિ લેશ; ગુણ અનંત આસ્વાદતા, પામ્યા જેહ વિશેષ ..
આત્મ કમલમાં તેમનું ધ્યાન નિત્ય ધરનાર; લબ્ધિ અનંતી પામીને, ભરે સુખ ભંડાર............ ૫
૩૯-શ્રી ચારિત્રપદ ચૈત્યવંદન ચારિત્ર પદ ધારીએ, બાળી અવિરતિ પાપ; કર્મ કક્ષ દહવા ભણી, ચરણ શકિત અમાપ.
.......૧ તીર્થપતિ પણ ધારતા, ચરણ ગુણમણિ ખાણ, તે ભવ મુક્તિ જાણવા, છતાં કરે પ્રમાણ ...... ૨
આઠ કરમના પુંજને, રિક્ત જેહ કરનાર; ચારિત્ર એ અર્થનો, નિર્યુકિતમાં વિચાર......૩
સંવર ગુણ સંજમ થકી, પ્રચારે જે મહાન; પરરુપ તજી આતમાં, લહે પોતાનું સ્થાન ....... ૪
આત્મ કમલ ચારિત્રથી, જો ભવિ રહે ખીલાય; લબ્ધિસૂરિ શિવસંપદા, જલ્દી તોજ પમાય ............ ૫
.....૧
૪૦ - શ્રી તપપદ ચૈત્યવંદન કર્મવલ્લી વિધારવા, તપ છે પરશુ સમાન; ટળે દુઃખ દુર્ગતિતણા, આપે સુખ અમાન
તપથી લબ્ધિ ઉપજે, અઠાવીશ ગુણકાર; તપ કરતાં પાતિક ટળે, હરે કર્મનો ભાર..૨
તે ભવમાં કેવલ લહી, જાણે મુક્તિ સ્થાન; તીર્થકર જે તપ કરે, તે તપ ગુણ મહાન......... ૩
તપ ઔષધિ અકસીર કહી, કર્મ રોગ હરનાર શિવગતિ વરવા ભણી, તપ કારણ સુખકાર
...... ૪ આત્મકમલ તપ લકમીથી શોભે દિવ્ય પ્રકાર લબ્ધિ સૂરિએ ગુણથકી વરે શિવ વધૂ સાર........ ૪