________________
૪૧ શ્રી દર્શનપદ ચૈત્યવંદન ધર્મ મૂલ દર્શન નમો, ભમો ન ભવની રાશ; આતમ ગુણ નિજ પામીને, હાંકો કર્મ હતાશ....૧
સડસઠ ભેદ જેના કહ્યા, વહ્યા તે જેણે જીવ; બાસઠ મારગણા તજી, લહે તે જલ્દી શિવ ...... ૨
છાસઠ સાગર જાસ છે, સ્થિતિ જેહની નિત્ય; અંતરમુહૂર્ત જધન્યથી, ઠાવે જે ચિહ્નરુપ............ ૩
નાના જીવ આશ્રિત કહી, સ્થિતિ જેહની નિત્ય; એ ગુણ જે આતમ વિષે, સમજે નિત્યા નિત્ય..........૪
આત્મ કમલ એ ગુણ થકી, વિકસિત ભવિનું થાય; જિનરાજ રહે તેમાં, લબ્ધિ જિનપદ પાય...........૫
૪૨- શ્રી જ્ઞાનપદ ચૈત્યવંદન જ્ઞાન દાન કરે ધ્યાનનું, આપે સંજમ સાર; જ્ઞાન વિના પશુ સારીખા, ભટકે ભવ મોઝાર.............૧
ગમ્યાગમ્યને જાણતા, પયારેય વિચાર; તે જ્ઞાને ભવિયણ લહે, જલદી ભવનો પાર. ....... ૨
એકાવન ભેદે કરી, અલંકર્યો જે ગુણ; ઉજ્જવલ સ્ફટિક મણિ સમો, જ્યોતિ એહ નહિ ન્યૂન.........૩
મોહ હરતી હર સિંહ છે, મોહ તિમિર હર ભાણ; સુખ અનંતા આપતું, જાણો જિનવર નાણ.... ૪
આત્મ કમલ વિકસાવતું, ભરે લબ્ધિ ભંડાર; સમપદ સેવા કરી, લહીએ ભવજલ પાર ......... ૫
(૪૩) શ્રી ઉપાધ્યાય ચૈત્યવંદન
ઉપાધી આધિ હરે, વ્યાધિ હરે ગુણવંત; સૂત્ર પાઠ અર્પણ કરે, વાચક ગુણીવર સંત... ૧
(80)