________________
રોગ શોગ તસ નવણ થી, નાશ નિરધાર, પામ્યો વાંછિત રાજ ઋધ્ધિ, પરણ્યો વરનાર....૪ ઈમ જાણી ભવિ સેવ્યો, જિમ લહ્યો સુખ અપાર, જ્ઞાનવિજય ગુરુ નામથી, નયવિજય જ્યકાર.....૫
શ્રી સિદ્ધચક આરાધતા, આનંદ અંગ ન માય; અલિય વિધન દૂર ટળે, આરાધે સુખ થાય .... અરિહંત પદ પહેલું નમો, શ્વેતવરણ સુખકાર; બાર ગુણે કરી શોભતા, પામ્યા ભવનો પાર ..૨ નવદિન આંબિલ કીજીએ, દેવવંદન ત્રણ વાર; પડિકકમણા બેઉ ટંકના, કરીએ દોષ નિવાર.... હૃદય કમલમાં સ્થાપના, કરીએ મન ઉલ્લાસ; મધ્યે અરિહંત સ્થાપીને, જાપ જપીએ ખાસ.............૪ ત્રિકરણની શુદ્ધિ કરી, ભક્તિ કરો આનદે; સેવા શ્રી સિદ્ધચક્રની, આપે સુખ અમદે; .૫ અરિહંતાદિક નવપદ જપી, નવદિન નિર્મલ ચિત્ત; ગણણું દો હજાર ગણો, સ્થિર કરી આતમ નિત્ય આસો ચૈત્રમાં વળી, સાતમથી તપ કીજે; સાડાચાર વરસ લગે, એ તપ પૂરણ કાજે ...૭ મયણાને શ્રીપાળજી, પામ્યા એથી સિદ્ધિ રોગ શોક દૂર ગયા, અનુપમ રુપ સમૃદ્ધિ એ નવપદ ધ્યાતા થકા એ, મનવાંછિત ફલ પાવે; મુક્તિ-વિમલ કવિરાયનો, રંગવિમલ સુખ પાવે .....૯
વિશ્વ વિબોધન સુખકર, સિધ્ધચક્ર મહાયંત્ર, ત્રિકરણ યોગની શુદ્ધિએ, જપીએ જાપ એકંત.........૧
(65)