________________
દેવ ગુરુને ધર્મનો, સુયોગ જ્યાં થાય; ત્રિવેણી સંગમ સાધતા, સુધરે મન વચ કાય .........૨ નામાદિક નિક્ષેપથી, ભાખે જિનવર દેવ; એક મને આરાધીએ, શ્રી અરિહંતની સેવ ............૩ ઠવણ જિને પડિમા કહી, ન વિરાધો જિન આણ; સિધ્ધ નિરંજન ધ્યાઈએ, ચિદાનંદ ભગવાન .............. ૪ ભાવાચાર્ય જિનવર સમા, કરે વિહરી ઉપકાર: વિઝાયને સાધુ નમું, વર્તમાન આધાર ..........૫ દર્શન જ્ઞાન ચારિત્રને, તપ આલંબન સાર: રમું નવપદ ધ્યાનમાં, ભાવ અપૂર્વ અપાર.......૬ મનનાં મનોરથ પૂરશે એ, શાસનદેવી જયકાર; લબ્ધિસૂરીશ પસાયથી, જીતેન્દ્રવિજય સુખકાર....૭
ચોવીશ અતિરાય સોહતા, વાણી ગુણ પાંત્રીશ; કેવલ નાણ દર્શન સહિત, નમો અરિહંત જગીશ......૧ અડ ઈગતીશ ગુણ જેહના, જસ પણ દશ ભેદ, અનંતર સમયાદિકા, નતિ કરો થઈ અભેદ...........૨ છત્રીસ છત્રીશી ગુણે, જે નિત્ય બિરાજે; જસ જિનરાજની ઉપમા, ગણધર મુખ છાજે...૩ ગુણ પચવીશ અલંક્ય, જે પાઠક સુત; પત્થર સમ જે શિષ્યને, કરે ધર્મ સંજીત........૪ રત્નત્રયી નિતુ સાધતા, ત્રણ કરણથી સાર; ગુણ સત્તાવીસ રાજતા, મુનિવર શ્રી કાર................૫ સમકિત પદ છઠ નમો, તેહ સહિત વળી નાણ; ચારિત્ર નમીએ આઠમે, નવમે તપ સુખ ખાણ ....૬ એ નવપદ આરાધતા, પામે સુખ અનંત; શ્રી ગુરુ ઉત્તમથી લહી, પદ્મવિજયે કહેત...........૭