________________
આઠમે ચારિત્ર ધારીએ, નવમે તપ સુખદાય; ભાવધરીને આરાધતાં, મનવાંછિત ઘર આય .........૪ આસો ચૈત્ર માસમાં, નવ આંબિલ નિરધાર; સુદી સાતમથી કીજીએ, પૂનમ લગે નવ વાર ..... ૫ પડિકકમણાં દોય વિધિશું, દેવવંદન ત્રિકાલ; ગણણું ગણો દોય હજારનું પડિલેહણ દોય વાર............૬ સિદ્ધચક્ર આરાધન થકી, મયણાને શ્રીપાળ; શાશ્વત સુખને પામશે, છતી કાળ વિકરાળ ............૭ આત્મ કમલે સ્થાપીએ, અગણિત લબ્ધિ હોય; નવપદ વિકમ ફોરવી, સ્થૂલ મતિ હટ જાય .. કલ્પતરુ સિદ્ધચકને, સેવે રાય કે રંક; વિમલેસર ચકકેસરી, કાપે દુઃખ નિઃશંક ..૯
સિદ્ધચક્ર સેવી સદા ભાવે ભવિ પ્રાણી, સુરતરુ સુરમણિની સમ જાણી; સિદ્ધચક્ર સેવ્યો જેણી, સવિ ગુણ મણિ ખાણી, ઋધ્ધિ વૃધ્ધિ નવનિધિ સિધ્ધિ, નિજમંદિર આણી...૧ સિદ્ધચક આરાધશે એ, ભાવ ધરી નર જેહ, સંસાર સાગરને તરી, શિવસુખ લહેશે તેમ આસોને ચૈત્રી સુદી, કરી નિર્મલ કાય, નવદિન નવ આંબિલ તપ તપી, જિમ નવનિધિ થાય .......૨ જપ જપો અરિહંત સિધ્ધ સૂરિ ઉવજઝાય, સાધુ નાણ દંસણ ચરણ તવ શિવસુખ દાય સિદ્ધચક્ર પૂજો ભાવશું, સેવો સાધુ મહત; પડિકકમણાદીક વિધિ કરો, જિમ લહો સુખ અનંત-૩ અંગદેશ ચંપાપુરી, શ્રીપાલ કુમાર, સિદ્ધચક્ર આરાધીને, પામ્યો સુખ સાર;