________________
ઢાળ
(રાગ : અલૈયા બિલાવર, મેં નિો સહી..) પરમાનંદ પરમપદ ભોકતા, દર્શન જ્ઞાન અનંત, જિનવરને પણ માન્યપણે જે, જ્યોતિ સ્વરૂપ ભદંત મેં કિનો સહી સિદ્ધ શરણ ગુણવંત ૧ અલખ અગોચર અચલ અકામી, અવિકારી ભગવંત અવિનાશી અકલંક અમોહિ, આતમરામી સંત... મેં કીનો.... સેર છે અજર અમર વચનાતીત હુવા, ગતનિદ્રા ભય રોગ અકોહિ, અમાનિ, અમાયિ, અલોભી, અમલ અનાશી અભોગ... મેં કીનો.. II બંધ ઉદય ઉદીરણ સત્તા, કરમ ભરમ કરી અંત, એક સમયમાં સિદ્ધિ વર્યા જે, ભાંગે સાદિ અનંત અભોગ.. મેં કીનો... II પન્નર ભેદે વિચારી વદે, સિદ્ધને જે નરનાર, માણેકવિજય કહે તે પામે, ભીમ ભવોદધિ પાર અભોગ.. મેં કીનો... પા મંત્ર અને કાવ્ય પહેલી પૂજા પ્રમાણે
આચાર્ય પદ પૂજા
( દુહો દ્વાદશ અંગ ઉપાંગ, સૂત્ર અર્થમાં જાણ દશ રૂચી શિક્ષા દુર લહે, આચારજ ગુણખાણ III
બાર ભાવનાં ભાવતા, પડિમા વહતા બાર બારે તપ તપતા સૂરિ, વંદુ વારંવાર મેરા
ઢાળ (રાગ : એ ઉચોને અભઐલો રે, કામણગારો કાનુડો...) તમે આચારજ પદ વંદો રે, હો મનમાન્યા મોહનીયા જિમ પાપ કલાપ નિકંદો રે, હો મનમાન્યા મોહનીયા જે પંચ મહાવ્રત પાસે રે, હો મનમાન્યા મોહનીયા સમિતિ પાંચે સંભાલે રે, હો મનમાન્યા મોહનીયા... તુમે. એવા ત્રણ ગુમિને આદરર્તા રે હો મન, વળી પંચાચારને ધરતાં રે હો મન, પણ ઇન્દ્રિય તુરંગમ દમતાં રે હો મન, નવ બ્રહ્મગુમિ શું રમતાં રે હો મન
છે
- 585