________________
ભાવધરી આરાધતા પામીજે ભવપાર... ૩
જેહથી સાધ્વસ ઉપશમે દુષ્કૃત દુઃખ પલાય તે નવપદ નમી એ ભવિ થિર કરી મન વચ કાય.....૪
તરવા ભવ પાયોનિધિ વરવા મંગલમાલ પૂજા નવપદની રચે ધરતો ભાવ વિશાલ...૫
વીતરાગ ત્રિભુવનધણી, પરમેષ્ઠીમાં મુખ્ય તેણે પ્રથમ જિન પૂજીએ, જિમ લહીએ શિવસૌખ્ય...૬
ઢાળ (રાગ : સંભવ જિન અવધારીએ....) ભવિયણ અરિહા વંદીએ, કરુણાકર ભગવંત... સલુણે પારંગત પરમાતમા, બોધ અનંત ભદંત સલુણે.. ભવિ.. ના જેહનાં કલ્યાણક દિને, નરકે પણ ઉદ્યોત સલુણે. ભવિ... . તરણ શરણ ભવિ જીવને, તારણ જે ભવપોત સલુણે.. ભવિ. ૩ અમૃતરસ સમ દેશના, જે દિયે જગ ઉપગાર સલુણે.. ભવિ. ૪ પ્રાતિહારજ અડ શોભતા, વર્જીત દોષ અઢાર સલુણે.. ભવિ. પા ચાર અતિશય સહજના, નિર્જર કૃત ઓગણીશ સલુણે... ભવિ.. દા અગિઆર કર્મ ખપ્યા થકી, અતિશય સહજ ચોત્રીસ સલુણે.. ભવિ... II ચિત્ર શિખંડી જ સારીખા, છહ સહસવલી થાય સલુણે. ભવિ... . તો પણ ગુણ જિનવરતણા, કણહિ યે ન ગણાય સલુણે. ભવિ... .. જિન માણેક પરમેશને, પૂજે જે ત્રણ કાળ.. ભવિ... ૧ળા તે જિન કર્મ હણી વરે, શિવરમણી વરમાળ. ભવિ.. ૧૫ કાવ્ય કલ્યાણમાલા કમલાવદાન્ય, નરેંદ્ર નાર્ગેદ્ર સુરેંદ્ર માન્ય સંસાર દાવાનલ નીર ચક્ર, નમામિ નિત્ય વર સિદ્ધચક્ર મંત્ર – ૩ હીં શ્રીં પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ, ફલૂ, યજામહે સ્વાહા
| સિદ્ધ પદ પૂજા
દુહા સકલ કર્મ મલ ધોઈને, પામ્યા શુદ્ધ સ્વભાવ
નિત્ય નમો તે સિદ્ધને, ભવિજન ધરી બહુભાવ . લોકશિખર ફરસી રહ્યા, મુક્તિ મહેલાત, અનંત સુખને અનુભવે, નમો સિદ્ધ ભગવંત (૨)
58)