________________
સમ્યકત્વ તપ પદ પૂજા દુહો
કર્મદ્રુમ ઉન્મૂલને, વર કુંજર અતિરંગ। તપ સમૂહ જયવંત હી, નમો નમો મન ચંગ ॥ ઢાળ (રાગ : રામકલી-તેરો દરસ ભલે પાયો..) શ્રી તપ મુજ મન ભાયો, આનંદકર.. ટેક
ઇચ્છા રહિત કષાય નિવારી, દુર્બાન સબ હી મિટાયો
બાહ્ય અત્યંતર ભેદ સુહંકરુ, નિર્હેતુક ચિત્ત છાયો... આનંદકર... ॥૧॥ સર્વ કર્મકા મૂલ ઉખારી, શિવરમણી ચિત્ત લાયો,
અનાદિ સંતતિ કર્મ ઉચ્છેદી, મહાનંદ પદ પાયો.... યોગ સંયોગ આહાર નિવારી, અક્રિયતા પદ આયો અંતર મુહૂરત સર્વ સંવરી, નિજ સત્તા પ્રકટાયો... આનંદકર.. ॥૩॥ કર્મ નિકાચીત છિનકમેં જા રે, ક્ષમા સહિત સુખદાયો
તિસભવ મુક્તિ જાને જિણંદજી, આદર્યો તપ નિરમાયો... આનંદકર.. ॥૪॥ આમોહિ આદિ સબ લબ્ધિ, હોવે જાસ પસાયો
અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, સો તપ જિનમત ગાયો... આનંદકર.. ॥૫॥ શિવસુખલ નરવર સંપદ, પુષ્પ સમાન સુભાયો
સો તપ સુરતરુ સમ નિત્ય વંદું, મનવાંછિત ફ્લુ દાયો.. આનંદકર.. ॥૬॥ સર્વ મંગલમેં પહિલો મંગલ, જિનવર તંત્ર સુગાયો
સો તપપદ સિઁહુકાલમેં નમીએં, આતમરામ સહાયો... આનંદકર... ॥૭॥
દુહો
ઇચ્છારોધન સંવરી, પરિણતિ સમતા જોગ ।
તપ હૈ સો હીજ આતમા, વરતે નિજ ગુણ ભોગ ॥
આનંદકર.. ॥૨॥
ઢાળ (રાગ : સૌરઠ....)
જિનજીને દીની માને એક જરી, એક ભુજંગ પંચ વિષ નાગણ સૂંઘત તુરત મરી.... જિનજીને... ટેક
સમતા સંવર પર ગુણ છારી, સમરસ રંગ ભરી
અચલ સમાધિ તપ પદ રમતા, મમતા મૂરજરી... જિનજીને... ||૧||
582