________________
સારણ વારણ નોદન કરતાં, પ્રતિનોદન દેતાં મુનિજનમેં.... પટધારી ગચ્છ થંભ આચારજ, જે માન્યા સત ભવિજન મનમેં.... સૂ. I૪ અFમિએ જિન સૂરજ કેવલ, ચંદ ગએ દીપક સમ તમમેં , ભુવન પદારથ પ્રક્ટન પટુ જે, આત્મારામ આનંદ ભવનમેં.... સૂ. પા. કાવ્ય તથા મંત્ર પહેલી પૂજા પ્રમાણે જાણવા
ઉપાધ્યાય પદ પૂજા
દુહો
સૂત્ર અર્થ વિસ્તારણે, તત્પર શ્રી ઉવક્ઝાય | નહિ સૂરિ પણ સૂરિ સમ, ગણકો અતિહિ સહાય |
ઢાળ (રાગ : ખમાય...). પાઠક પદ જિન વૈન દેને મન સમરસ ભીનો રે-ટેક મોહ મમતા માયા સબ ભંગ, સૂત્ર અર્થ દીએ દ્વાદશ અંગ મદન વિલંડન ધર્મ રંગ, મદ સબ તજ દીનો રે... પાઠક..
પંચ વર્ગ વર્ગિત ગુણ ચંગ, વાદીદ્વિપ છેદન વલી સિંઘ,
ગણિ ગચ્છ ધારણ થંભ સંગ, સુર અસુર પૂજીનો રે... પાઠક... રા. દશવિધ જતિધર્મ ધરી અંગ, ચરણ કરણ ઉપદેશક રંગ, ધાર બ્રહ્મ નવગુમિ સંગ, જિન વચ રસ પીનો રે... પાઠક... 3
સ્યાદ્વાદમેં તત્ત્વ વિચારી, નિજ ગુણ તે પર ગુણ સબ છારી,
કરે નિણંદ શાસન ઉત્તગ, નરભવ ફળ લીનો રે... પાઠક... ૪ વાચન દાન કરણ અતિ સૂર, ષોડશ ઉપમા યોગ્ય સુનૂર, દૂર કરે સબ કર્મ ચૂર, આતમપદ લીનો રે...
પાઠક... પા.
( દુહો
નિકટ હોય પઢિયે સદા, જિનવર વચન અભંગ | સદાનંદ પાઠક પદે, લાગ્યો અવિચ્છ રંગ !
ઢાળ (રાગ : બિહાગ....) નિણંદ મત પાઠક પૂજ સુજ્ઞાની.... ટેક દ્વાદશ અંગ સિઝાય કરે છે, પારગ ધારક ધામી,
676)