________________
જ્ઞાન... II૪.
જ્ઞાનથી આનંદ ઉપજે, જ્ઞાનથી વિશ્વ પ્રકાશ
જ્ઞાન વિના જગ છવકા, પગ પગ દુ:ખી દાસ પર જ્ઞાનીને પૂજો ભવિ, સેવો નરને નાર, જ્ઞાનાવરણનાં નાશથી, વ્યક્ત જ્ઞાન સુખકાર
ઢાળ (રાગ : ધ્યાનક્રિયા મનમાં આણીજે...) જ્ઞાનને સેવો, જ્ઞાનીને સેવો, જ્ઞાન ભણોને ભણાવો રે, જ્ઞાનાભ્યાસીને સહાય કરો ભવી, શાસ્ત્રો લખાવો છપાવો રે... જ્ઞાન.. ૧
જૈન ધર્મ જગમાં ફેલાવો, જ્ઞાનીઓ પ્રગટાવી રે,
જ્ઞાન વિના નહિ શાસન ચાલે, જ્ઞાન છે મુક્તિની ચાવી રે.. જ્ઞાન. ૨ / શ્રત કેવલી કેવલી સમ જાણો, શાનથી ધર્મ પ્રચારો રે, જીવતા તીર્થો જ્ઞાનીઓ, જૈન ધર્મ આધારો રે...
જ્ઞાન... ૩ો. જ્ઞાન વિનાનું જીવન જડ છે, આત્મજીવન છે જ્ઞાને રે,
જ્ઞાની ધ્યાન સમાધિ પામે, વર્તે શુદ્ધાતમ તાને રે. જ્ઞાનીનો જે વિનય ન સેવે, તેને છે અતિચાર રે, જ્ઞાનીની આશાતના ટાળો, સફળ કરો અવતારો રે... જ્ઞાન.. પા.
ભાનુ આગળ તમ નહી રહેતું, જ્ઞાની આગળ અજ્ઞાન રે,
જ્ઞાનીઘટમાં દોષ રહે નહિં, જ્ઞાન સ્વતંત્ર પ્રમાણ રે. જ્ઞાન.. ૬. જ્ઞાનથી ચારિત્ર પ્રગટે સાચું જ્ઞાન છે શ્રેષ્ઠ પવિત્ર રે, સ્વપર પ્રકાશક જ્ઞાન છે સુંદર, તેથી વશમાં છે ચિત્ત રે... જ્ઞાન.. શા.
જ્ઞાનીની આજ્ઞાએ હલાહલ, પીતાં મુક્તિ થાતી રે,
અજ્ઞાની વચને અમૃતને, પીતાં ન શાંતિ સુહાતી રે. જ્ઞાન.. li૮. પિંડસ્થાદિક ધ્યાનને ધ્યાવે, ધર્મ શુકલ બે ધ્યાવે રે, જ્ઞાન ધ્યાનની સૂક્ષ્મ ક્રિયાથી, ક્ષણમાં મુક્તિ પાવે રે... જ્ઞાન.. I૯ો.
જ્ઞાનની દાસી સર્વપ્રિયા છે, જ્ઞાની પાસે કિરિયા રે.
જ્ઞાન જગમાં અનંત ભવ્યો, ભવસાગરને તરીયાં રે.... જ્ઞાન.. ૧૦ અસંખ્ય યોગ છે મુક્તિનાં હેતુ, જ્ઞાનયોગ સહુ મોટો રે, જ્ઞાનીની સેવા ભક્તિથી, રહે ન કોઈ છોટો રે...
જ્ઞાન.. ||૧૧|| જ્ઞાનીને પૂજો જ્ઞાનીને વંદો, જ્ઞાની છે અપ્રમાદી રે, શુષ્કજ્ઞાની એકાંતવાદી, ક્રિયાજડી ઉન્માદી રે...
જ્ઞાન.. |૧૨||
566)