________________
શ્રદ્ધા પ્રીતિથી ગુરુ સેવે, જિન પ્રતિમા અવલંબે રે
સમકિત દર્શન પામે ભક્તો, પડે ન મિથ્યા અચભે રે.. સમ્યગ.. ૮ આતમથી મિથ્યાત્વ ટળે તેમ, શ્રદ્ધા સાચી પ્રગટે રે આત્માનુભવ થાતાં પૂર્વે, મિથ્યામોહની વિઘટે રે.... સમ્યગ... ૯ો.
સર્વ સંઘની સેવા ભક્તિ, કરતાં હર્ષોલ્લાસે રે,
આતમ સમકિત પામે નિશ્ચય, આવિર્ભાવે વિકાસે રે.. સમ્યગ.. I૧૦. સમ્યગ દર્શનીનો સંગ કરશો, સમકિતીની કરો ભક્તિ રે. બુદ્ધિસાગર આતમ સમ્યગ-દર્શન પ્રગટે શક્તિ રે.. સમ્યગ.. ૧૧.
રાગ : સાંભળજો મુનિ સંયમ રાગે... નિશ્ચયથી દર્શન તે આતમ, ઉપશમને ક્ષયોપશમે રે, સાયિક દર્શનરુપી આતમ, પડો ન મિથ્યા ભર્યે રે.. નિ.. ૧૨
આત્મપ્રતીતિ અનુભવ આવે, જલપંકજવત ન્યાયો રે, - નિલંપી આતમગુણ ખેલે આનંદ અપરંપારો રે... નિ..૧૩ નિકાચીત જે કર્મનાં ભોગો, ત્યાં નહિ શોકને પ્રીતિ રે, નિર્જરતો કર્મોને ભોગવે, આતમસુખ પ્રતીતિ રે... નિ.. ૧૪
પંચવાર ઉપશમ ઘટ પ્રગટે, સાયોપશમી અસંખ્ય રે,
એકવાર ક્ષાયિક સમકિતની, પ્રાપ્તિ થતાં નિઃશંક રે... નિ.. ૧૫ા. ચાર નિક્ષેપે સાત નયોથી, સમ્યગ દર્શન સમજો રે, બુદ્ધિસાગર આત્મ સ્વભાવે, શ્રદ્ધા પ્રેમે રમજો રે... નિ.... ૧દી
કાવ્ય સકૃદપિ પ્રતિપત્તિરહો –ણાં ભવતિ યસ્ય ભવસ્થિતિમાપિકા, શિવસુખં પ્રતિકન્દલતાં દધત્ નમત્ તદ્ગર દર્શનમાદરાત્ મંત્ર : ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય સમ્યગ દર્શન પૂજાથે જલાદિકં યજામહે સ્વાહા
જ્ઞાન પદ પૂજા
દુહો જ્ઞાન તે આત્મસ્વરૂપ છે, ચેતન છે ગુણ જ્ઞાન,
જ્ઞાન વિના નહીં મુક્તિ છે, વીર કહે ભગવાન ના
565)