________________
તોપણ મુનિભાવે નિશ્ચય સમકિતવડે સમભાવિ નડે ન બાયનું કોય જો - પ્રીતલડી.... લા.
ગચ્છની નિશ્રાએ સ્થવિરો વર્તે સદા, ગચ્છોમાં સમભાવે મુક્તિ હોય જો સાપેક્ષાએ હઠ કદાગ્રહ ત્યાગીને મુખ્યપણે આતમ ઉપયોગી જોય જો.... પ્રીતલડી... ૧૦ જે કાલે જે ક્ષેત્રે જે કરવું ઘટે, સ્વપર છવોનાં ધર્મ હિતાર્થે જેહ જો, તેહ કરાવે કરે અને અનુમોદતાં અલ્પદોષને ધર્મ ઘણો કરે તેહ જો... પ્રીતલડી... ૧૧
સૂરિ ગુરુની આજ્ઞાએ વર્તે મુનિ થતાં કષાયો રોધે સાધે ધર્મ જો. આત્મરાજ્યની સ્વતંત્રતા જે સાધતા
કરે કર્મ પણ ઉપયોગે જે અકર્મો... પ્રીતલડી... ૧૨ પૂર્ણાનંદી આતમજ્ઞાને અનુભવે સાધક બાધક કૃત્યાકૃત્ય વિવેક જો જૈનધર્મ ઉપદેશે ભકતો ભલો, રહે સમાધિ એવી ધારે ટેક જે... પ્રીતલડી.. ૧૩
પૂજો વંદો ગાવો મુનિ પદને ભલું, નિશ્ચયદષ્ટિને ધારી વ્યવહાર જો, બુદ્ધિસાગર મુનિ સેવા ભક્તિ બલે,
ક્ષણમાં પ્રભુપદ પામે નરને નાર જો... પ્રીતલડી.. I૧૪|| સાધુ તે નિજ આતમા, સુદ્ધાતમ ઉપયોગે રે, શું મુડે શું લોચથી, ત્યાગે શું બાહ્મભોગે રે.... સાધુ. ૧૪ો. શુદ્ધાતમ રમણી મુનિ, મોહની વૃત્તિ રોકે રે, હર્ષે નહિ જે બાહ્યમાં, રહે ન બાહ્મમાં શોકે રે... સાધુ ..... ૧૫
સમભાવી ભવ મુક્તિમાં, સહજાનંદનાં ભોગી રે,
રાગને ત્યાગથી ભિન્ન છે, આતમ દેખે યોગી રે. નિઃસંગી નિષ્કામી જે, ઘટમાં સિદ્ધિ પ્રકાશે રે, આનંદથી ઉભરાઈને, પ્રસન્નતાએ વિકાસે રે.. સાધુ. ૧૬.
563