________________
દ્રવ્યથી સિદ્ધો શોભે અનંતા, સિદ્ધક્ષેત્રે પ્રસિદ્ધા, એક સિદ્ધને આશ્રયી આદિ, અનંતગુણ સમૃદ્ધા રે.... ભવિકા... ૩
અંતર રહિતને અજર જે, નહીં મન વાણી કાયા, સંસારી જીવોનાં જેઓ, અનંતભાગે સુહાયા રે... ભવિકા... ૪ સાયિક ભાવે સિદ્ધ થયાં છે, પુદગલ સંગથી ન્યારા, પરિણામિક ભાવે જીવનતા, જેહને નહિ આકારા રે. ભવિકા. પા
વર્ણ બંધ રસ સ્પર્શ રહિત છે, આપ સ્વરુપ રુપી,
પુદગલ રુપે જેહ અરુપી, વર્તે છુપારુપી રે.... ભવિકા... I૬ો આઠ કર્મનો નાશ કરીને, આઠ ગુણે જે શોભે, વ્યતિરેકી એકત્રીશ ગુણી જે, ભવિજનનાં મન શોભે રે.. ભવિકા.. પગ
અનંતગુણ પર્યાયે જેઓ, આર્વિભાવે સોહાવે, પ્રણમું ગાવું ધ્યાવું સિદ્ધો, મોહ ટળે સુખ થાવે રે. ભવિકા.. Iટા અનંત સિદ્ધની જ્યોતિમાંહિ, અનંતસિદ્ધો જ્યોતે, ત્રણ કાલમાં નિત્ય છે જેઓ, જીવે ભાવોદ્યોતે રે... ભવિકા... .! સિદ્ધસ્વરુપી આતમ ભાવી, સિદ્ધાનંદને પામે,
એક સમયમાં ઉર્ધ્વ ગતિથી સિદ્ધ સ્થાનમાં જામે રે.... ભવિકા. ૧૦ આત્મિક શુદ્ધ સમાધિ પ્રકટે, મુક્તિનું સુખ પ્રગટે, નિર્વિકલ્પ સમાધિ જ્ઞાને, સર્વાવરણો વિઘટે રે.... ભવિકા...૧૧
નામ સ્થાપના દ્રવ્યને ભાવથી, સિદ્ધો વંદો ધ્યાવો.
આપો આપ સ્વરુપ સિદ્ધો, પરમાનંદને પાવો રે. ભવિકા.. ૧૨ પ્રભુ મહાવીર ઉપદિશે, ત્રણ ભુવનનો રાણો રે, અનંતગુણ પર્યાયી છે, આતમા પ્રભુ ઘટ માનો રે... ભવિકા... ૧૩ નિજ આતમ તે સિદ્ધ છે, જીવ છે તે શિવ જાણો રે,
શુદ્ધોપયોગે આતમા, પરબ્રહ્મ પ્રમાણો રે. ભવિકા... ૧૪ આરોપિતા પુદગલ દશા, તેથી આતમ ન્યારો રે, શુદ્ધાતમ ઉપયોગથી, સિદ્ધ સ્વયં આધારો રે.. ભવિકા. ૧૫
અનંત જ્ઞાનાનન્દનો, આવિર્ભાવ સ્વભાવ રે બુદ્ધિસાગર આતમા, પરમેશ્વર નિજભાવે રે.... ભવિકા... ૧૬
G57)