________________
વિશસ્થાનકમાં કોઇ પણ, એકારાધન યોગ
તીર્થંકર પદ સંપજે, અનંત પુણ્યનો ભોગ પર ત્રીજે ભવ આરાધના, અરિહંત આદિ થાય, શુભ ઉચા પરિણામથી, અહંત પદ બંધાય તેવા
સર્વ જીવો ઉદ્ધારવા, ધર્મી કરવા કાજ ઉત્કૃષ્ટ પરિણામથી, બાંધે પદ જિનરાજ તીર્થંકર પદ પરમાત્મા, ત્રણકાલનાં જેહ અરિહંત તે સર્વ છે, ઘાતી હણ્યાથી એહ પા
ઢાળ.
શ્રી અરિહંત પદ ગાઈએ, ધ્યાઈજે સુખકાર રે, અરિહંત જેવા થાઈએ, દોષ રહે ન લગાર રે, શ્રી અરિહંત પદ ગાઈએ. તેવા નામ ઠવણ દ્રવ્ય ભાવથી, અરિહંત ગાતાં ધ્યાતાં રે,
આતમ અરિહંતપદ વરે, કર્મ સકલ દૂર જાતાં રે.... શ્રી... વિશસ્થાનકને સેવતાં, દ્રવ્યભાવથી ભાવે રે, તીર્થકર કર્મબંધ એ, પૂર્વ ત્રીજો ભવ થાવે રે. શ્રી.. ૩ વિશસ્થાનક મય આતમા, ભાવથી હર્ષોલ્લાસે રે,
ઉજવલ શુભ પરિણામથી, અહંત પદવી પ્રકાશે રે.... શ્રી... I૪ અરિહંત નામનાં જાપથી, સ્થાપનામાં પ્રભુ ધ્યાવે રે, દ્રવ્ય-ભાવ બેભેદથી, આતમ જિનવર ગાવે રે... શ્રી. પણ
તીર્થકર નામકર્મને, આતમ જ્યારથી બાંધે રે,
દ્રવ્યતીર્થંકર ત્યારથી, ક્ષીણમોહી ગુણ સાધે રે.. શ્રી.. જન્મ થકી ત્રણ જ્ઞાન છે, મતિ મૃત અવધિ પ્રમાણો રે, ચોથું દીક્ષા ગ્રહે કે, મન:પર્યવ દિલ જાણો રે. શ્રી....
ગુણસ્થાનક ચોથા થકી, બારમા પર્યત જાણો રે, દ્રવ્યથી તીર્થંકરપણું, આલંબન શુભ આણી રે. શ્રી. ૮. ઉપશમ ક્ષયોપશમ અને, ક્ષાયિક સમકિત ભાવે રે, ચરણમાં ક્ષયોપશમ પણું, દ્રવ્ય તીર્થંકર દાવે રે... શ્રી. પેલા
ભાવથી તીર્થંકર પ્રભુ, સમવસરણમાં સોહે રે,
સાયિક નવલબ્ધિ ઘણી, ભવ્યોનાં મન મોહે રે..શ્રી.. ૧૦ અંતર સાયિક ભાવ છે, ઔદદિક કર્મો પ્રવર્તે રે, આત્મપણું પરિણામથી, આરાધીએ શુભ રીતે રે... શ્રી.. ૧૧
655