________________
ઢાળ (રાગ : સૌરઠ..) અરિહંત દ્રવ્યભાવ સુખકારી, સાચી લાગી અરિહંત યારી, શુદ્ધાતમ ઉપકારી, અરિહંત યારી.. ચોત્રીશ અતિશય ધારી જિનેશ્વર, બાર ગુણે જયકારી, પાવીશ વાણી ગુણનાં ધારક, તીર્થંકર હિતકારી... અરિહંત... II
સંઘ ચતુર્વિધ તીરથ સ્થાપક, કેવલ જ્ઞાની વિહારી, વિશ્વોદ્ધારક કર્મ સંહારક, શુદ્ધાનંદના ધારી... અરિહંત.. II તુજ પર પૂરણ પ્રીતિ પ્રગટી, કો થી ન ઉતરે ઉતારી, નિશ્ચયથી અરિહંત નિજાતમ, જાણું ઉપયોગે ધારી... અરિહંત.. tia
સત્તાવ્યક્તિ ભાવે અરિહંત, નિશ્ચય નય વ્યવહારી,
બુદ્ધિસાગર અરિહંત આતમ, શુદ્ધ બુદ્ધ અવિકારી... અરિહંત.... ૪ મંત્ર : ૐ હીં પરમ અહંત પદ પૂજાથે જલ યજામહે સ્વાહા
સિદ્ધપદ પૂજા
દુહો પૂજું પ્રભુ ભાવથી, સિદ્ધ સદા જયકાર
અષ્ટગુણી પરમાતમા, એકત્રીંશ ગુણ આધાર ૧ અનંત જ્યોત ઝળહળે, અનંત આનંદ ધામ,
નિરાકાર પરબ્રહ્મને, હો ઉપયોગ પ્રણામ
ઢાળ (રાગ : આશાવરી) નિરંજન સિદ્ધપ્રભુ સુખકારી, કર્મરહિત જયકારી.... નિરંજન.. સાયિક નવ લબ્ધિ ગુણધારી, નિરાકાર નિર્ધારી, અનંત જ્યોત ઝળહળતા વિભુ, પૂર્ણાનંદી અપારી... નિરંજન.. ||૧||
અલખ અરૂપી જન્મ મરણ નહીં, ગુણ પર્યાયા ધારી, શુદ્ધાતમ પરબ્રહ્મ અખંડિત, અવિનાશી અવિકારી... નિરંજન.. III સકલ સિધ્ધને વંદુ પૂજું, શુદ્ધોપયોગ સમારી, સત્તાએ નિજ આતમ સિદ્ધ છે, સમરતાં સુખ ભારી... નિરંજન... ૩. સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રનાં, શુદ્ધોપયોગે વિહારી,
બુદ્ધિસાગર સિદ્ધ સ્વયં હૈ, પામે શિવ નરનારી.... નિરંજન... જા. મંત્ર : ૩ હીં સિદ્ધપદ પૂજાથે જલ, યજામહે સ્વાહા
- 550