________________
આચાર્ય પદ પૂજા
( દુહો દ્રવ્ય ભાવ વ્યવહારથી, નિશ્ચયથી સૂરિરાજ | વંદતાં પૂજતાં ધ્યાવતાં, પ્રગટે શિવ સામ્રાજ્ય છે
ઢાળ (રાગઃ બિરુઓ અથવા પીલુ) વંદુ પૂજ સૂરિવર રાગે, જ્ઞાનાદિક ગુણ અંતર જાગે, છત્રીશ છત્રીશી ગુણગણ મંડિત, સમભાવે વર્તે વૈરાગ્ય... વંદુ. ૧
ધર્મનાં રક્ષક ધર્મ પ્રવર્તક, જેહથી મોહની દૂર ભાગે,
દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને જાણે, વિષયોમાં નહિ વર્તે રાગે.. વંદુ. મેરા જિનવાણીનો અર્થ જણાવે, દ્રવ્યને ભાવથી વર્તે ત્યાગે, જ્ઞાની ધ્યાની યોગી સબૂરા હાલે આતમગુણનાં બાગે.. વંદુ.. ૩ નિશ્ચયથી સૂરિવર નિજ આતમ શુદ્ધ પરિણતિ ભાવમાં લાગે,
બુદ્ધિસાગર બ્રહ્મસૂરિ ઘટ પ્રગટતા જયડંકો વાગે.... વંદુ. ૪ મંત્ર : ૩ હીં આચાર્યપદ પૂજાથે જલં યજામહે સ્વાહા
ઉપાધ્યાય પદ પૂજા
દુહો
દ્રવ્ય ભાવ વાચક નમું, પૂજ જગ હિતકાર | જ્ઞાની પંચ મહાવ્રતી સેવંતાં સુખકાર છે
8ળ (રાગ : આજ સખી મુજ હાલમાં, મનમંદિર આયે..) વાચકપદને વંદીએ, પૂજીએ જયકારી, વાચક સેવાભક્તિથી, નિજશુદ્ધિ થનારી.... વાચક. ૧.
દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી વર્તે જયકારી,
નિશ્ચય દષ્ટિ દિલ ધરી, વર્તે વ્યવહારી.. વાચક. રા ધર્મશાસ્ત્ર પાઠક પ્રભુ, વિશ્વજીવોપકારી.... આતમ ઉપયોગે રહે, બ્રહ્મ વાચકધારી.... વાચક. ૩ નિશ્ચય વાચક આતમા, પચ્ચીશ ગુણધારી,
બુદ્ધિસાગર ધર્મનાં-વાહક હિતકારી.... વાચક. ૫૪ મંત્ર : ૩ હીં પરમ વાચક૫દ પૂજાથે જલ યજામહે સ્વાહા. : -
-531