________________
૯ તપપદ પૂજા
દુહો મહાપાપી પણ તપથકી, પામ્યા ભવનો પાર ! બાહ્મ અત્યંતર ભેદથી, તપના બાર પ્રકાર છે
ઢાળ-૧
(રાગ : સિદ્ધાચલ શિખરે દીવો રે) નવમું પદ છે સુખકારી રે, તપપદ વંદો શુભભાવે ભવ્ય જીવોને હિતકારી રે, તપપદ વદો શુભભાવે બાર ભેદ તેહના જાણો રે, તપપદ વંદો શુભભાવે બાહ્ય અત્યંતર પ્રમાણો રે, તપપદ વંદો શુભભાવે નવમુંપદ છે સુખકારી રે.... ||૧| અનશન તપ પહેલો ભેદ રે, તપ ઉણોદરીમાં ન કરી ખેદ રે, તપ.. વૃત્તિસંક્ષેપ રસત્યાગ રે, તપ કાયકલેશ સલીનતા રાગ રે, તપ... નવમું.. ૨ પ્રાયશ્ચિત વિનય વિચારો રે તપ વૈયાવચ્ચ સ્વાધ્યાય સારો રે, તપ.. ધ્યાન કાઉસગ્ગ અંતિમ જાણો રે તપ, ઉત્તરોતર ઊંચા પ્રમાણો રે, તપ. નવમું તે ભવમાં સિદ્ધિ જાણે રે, તપ દીક્ષા જ્ઞાનને નિર્વાણ રે, તપ.. તો પણ જિનવરે તપ કીધો રે, તપ તપથકી વાંછિત સિદ્ધો રે, તપ. નવમું જો
સ્પષ્ટ બદ્ધ નિદ્ધત નિકાચિત રે, તપ કર્મબંધનની એ ચાર રીતિ રે, તપ.... તપથી નિકાચિત જાવે રે, તપ, વળી લદ્ધિ વિશેષે પાવે રે, તપ.. નવમું. પણ જિમ અગ્નિ મલને બાળે રે, તપ તિમ તપ પણ કર્મને મલે રે, તપ... તપ કલ્પતરુ સમજુક્તિ રે, તપ નરસુર ઋદ્ધિફલ મુક્તિ રે, તપ. નવમું. ૬ સંસારમાં જે છે અસાધ્ય રે, તપ તપથી હોય સવિ સાધ્ય રે, તપ.. દધિ દુર્વાદિતો દ્રવ્યમંગલ રે, તપ પણ તપ છે ભાવમંગલ રે તપ.. નવમું.. II૭ના સર્વ મંગલમાં તપ છે ધરે રે, તપ એતો સર્વ વાંછિતને પૂરે રે, તપ.. દઢ પ્રહારી જેવા હત્યારા રે, તપ તપથી પામ્યા ભવપારારે, તપ. નવમું. તા. બાર ભેદે તપને કરતા રે, તપ એતો ગુણશ્રેણીએ ચડતા રે, તપ.... પ્રેમજંબુસૂરિ તપ તપતા રે, તપ નિત્યાનંદને મંગલ કરતા રે, તપ.. નવમું.. લો
539