________________
કલશ
(રાગ : ધનાશ્રી-ધરજો વિનતિ ધ્યાન જિનપતિ ઘરજો વિનતિ ધ્યાન) સિદ્ધચક્રાવલિ વંદો હો ગુણીજન સિદ્ધચક્રાવલિ વંદો;
નવપદ સદગુણ પ્રેમશું ગાયા, ચઉવિહ સંઘ આણંદો.. હો ગુણીજન.. ॥૧॥ નિર્ભય સાધત સાધ્ય નિકરને, ધ્યાન આલંબનકારી; હો ગુણી
વિણ આલંબન જે બક ધ્યાની, હોલિકા શિશુ અનુસારી.. હો ગુણીજન.. ॥૨॥ પૂજત જિનગુરુ ધર્મ ઉમંગે, નવપદ અર્ચનકારી; હો ગુણી
વિણ આસન સાધનકારી, અક્ષયપદ પદધારી... હો ગુણીજન.. ॥૩॥ ઇણવિધ ભાવ હદય સ્થિરકારી, શ્રી પાલ-મયણા રાણી; હો ગુણી અદ્ભૂત ઉન્નતિ મંગલમાલા, વરત યશોધન ખાણી.. હો ગુણીજન.. ॥૪॥ દુગદસ અડ છત્રીસ પણવીસા, સગવીસ સડસઠ ભારી; હો ગુણી એકાવન સિત્તેર પચાસે, સવિ ત્રણસો છેંતાલી... હો ગુણીજન... ॥૫॥ તિમ ભવિકા દઢરંગશું પૂજો, અવિતથ ઉદય વિચારી; હો ગુણી અશ્વિન ચૈતર માસ વિશેષે, નવદિન આદરકારી.. હો ગુણીજન.. ॥૬॥ ૐ હ્રીઁ આદિમ ઇંગ ઈગ દિનમાં, ઇગ ઈંગ પદ મનધારી; હો ગુણી ભૂષિત સીલે વર્ણ વિમાસી, ઈંગ અત્ર અંબિલકારી.... હો ગુણીજન... ॥૭॥ સદ્ગુ ચઉ વરસે તવ ઇગ એંસી, નવ ઓલી નિરધારી; હો ગુણી
ધર્મ સુરંગી અચલ વિરાગી, ચાવજજીવન અનુસારી.... હો ગુણીજન.. ॥૮॥ ભાવ પ્રતિષ્ઠાકલ્પ ભણેએ, નવપદ મહિમા અપારી; હો ગુણી
સરળ સહાવે સાધન ફલશે, તિમ હિત જિત અધિકારી... હો ગુણીજન... ૯ કલિકાલે પણ અમ સમ પ્રાણી, હીન ચારિત્ર પ્રમાદી; હો ગુણી
જસ પ્રવહણ સમ પ્રવચન રંગી, સાધત ઇષ્ટ આલ્હાદી.. હો ગુણીજન.. ॥૧૦॥ ઉજ્જવલ સંયમ શોભિત પ્રશમે, કરુણાકર હિતકારી; હો ગુણી
વંદુ સદા શ્રીવીર જિણંદા, આસન્ન પરમોપકારી.... હો ગુણીજન... ||૧૧|| તે પ્રભુ પટ્ટ વિદિત વિજ્યાદિ, શ્રી હીરસેનસૂરિ ભારી; હો ગુણી
શ્રી દેવસિંહ સૂરિક્રમ પટ્ટો, ધર્મ મહોદયકારી... હો ગુણીજન.... ||૧૨॥ સત્ય કપૂર ક્ષમાદિક વંશે, બુદ્ધિ વિજય ગુરુભારી; હો ગુણી
મુનિ તિ ક્ષોણિ તલે જસ આજે, અપ્રતિબદ્ધ વિહારી.. હો ગુણીજન.. ॥૧૩॥ સુરતરુ દર્શન પિયૂષપાણિ, સંવેગજીવનશાલી; હો ગુણી
તસ પદ કજ અલિ વૃદ્ધિવિજયજી, ગુરુ ગુરુ ભવ્ય નિસ્તારી.. હો ગુણીજન.. ૧૪ના
528