________________
પણ મયણા ના બોલે ચાલે, ઉભી હસતી હસતી સૌએ વિસ્મય પામ્યા, મયણા કેમ ન વેણ ઉચ્ચરતી.... II
તવ મયણા બોલી પિતાજી, મત કરો બહુ ગુમાન, હું કરું હું કરું કહે સકલન કરનારો તો કોઈ... (૨) આદર્યા (૨) સહુ રહે અધૂરાં કર્મ કરે સૌ હોય... ધૂંવાધૂંવા, ધૂંવાધૂંવા, રાજાજીને ગુસ્સો ચઢીયો... મારું થઈ સંતાન કરે શું, આજ મુજ અપમાન
ભરી સભામાં સૌની વચ્ચે, લીધી મારી સાન
હજુ સમય છે સમજી જા ને, ઓ મૂરખ નાદાન જંદગીભર પસ્તાવું પડશે, કામ ન લાગશે જ્ઞાન.. ધૃવાપૂવા... |૪||
ભજન કરો લાખ ભલે ચતુરાઈ, કર્મમાં થવાનું હોય તે થાય.... (૨)
હોય ભલે રાજા કે ભિખારી, હોય સાધુ કે સાંઇ,
એને મનતો સર્વે સરખાં, ચાલે ન કોઈનું કાંઈ, પડે ખોદે તે ખુદ ખાઈ, કર્મમાં થવાનું હોય તે થાય.. (૨) મયણા એના પિતાને કહે છે, આપ કર્મી છું હું બાળ,
શાને મારા વિદ્યાગુર પર, આપ થાઓ વિક્રાળ
કર્મ પ્રભાવે આ નગરીના, આપ થયા છો રાજા પ્રારબ્ધને મમ સોંપી ઘોને, જુઓ કર્મનું રાજ. મયણા..
એક લાવો કોઢિયોને બીજો લાવો રાજા, બેઉ કન્યાને પરણાવીને, વગડાવી દો વાજાં......
આપકર્મનિ કોઢિઓ ને બાપકર્મન રાજા એકને કાઢો ખાલી હાથને, બીજીને હો રત્ન ઝાઝાં... (૨) લગ્ન થયું રે ભાઈ લગ્ન થયું, પરણી ગયાં રે ભાઈ પરણી ગયાં...
પરણીને પસ્તાય કોઢિયો.... મયણાને સમજાવે, મુને છોડી દો સુંદરી, શીદ મુજને શરમાવો,
લગ્ન થયું રે ભાઈ લગ્ન થયું..... ભવિષ્યનાં મહારાજા શ્રીપાળને સોંપ્યો મયણા હાથ
ભાવી કર્મને સોંપી દઈને, મયણા...
4210