________________
સાખી
ચતુર કલા ચોસઠ જાણી બેનડી બેઉએ, પ્રશ્નો કેરાં ઉત્તર દેજો પૂછું છું ઉમંગે..... કયું લક્ષણ છે જીવતર કેરું, કોણ કામની નારી, ક્યું ફૂલ, ફૂલમાંહી ઉત્તમ, પરણી શું કરે કુમારી..... ચારે ચીજનો ઉત્તર આપો એક વચનમાં વિચારી બોલો બોલો મીઠડી મારી.... (૨) બોલો રે બોલો....
સુરબાળા કહે ઉત્તર આપું, સુણો પિતાજી પ્યારાં, સાસ રે જાય એ એક વચનમાં, ઉત્તર એનાં ન્યારાં... મયણાને મહીપતિએ પૂછ્યું...શું પૂછ્યું ? અર્થ કહો અમ એક શબ્દ સહસ્ર સઘળાં, ભણ્યાનો વાધ્યો હૃદય વિવેક...
(રાગ : ભૈરવી)
પહેલો અક્ષર કાઢી નાંખતાં, જગ જીવાડણ હાર, વચલો અક્ષર કાઢી નાંખતાં, જગ સંહારણ હાર, આખરી શબ્દ કાઢી નાંખતાં, જગને લાગે મીઠું, કહે દિકરી મારી સમજી, વિચારીને ક્યાંથ દીઠું... જળ વિના દુનિયા તરફ્કતી, કાળ થકી એ મરતી,
કાજ ન કરનારાને દુનિયા ક્કદી નથી સંઘરતી નારી કેરા નયણ કમલની, એની શોભા વધતી નારી... (૨) જવાબ કાજળ
સાખી
સુણી ઉત્તર નિજ સુતાનો, રાજ્વી મન હરખાયો, માગ માગ તે આપું કહીને, કર પોતાનો લંબાવ્યો.. કરું રાયને રંક પલકમાં, રંકને રાય બનાવું,
હું ધારું તે થાય પલકમાં, કહેતો નવિ સૃષ્ટિ સર્જાવું.... ॥૧॥ સાચું સાચું તાતજી કહીને સુરબાણા બોલે, એક મહિપતી બીજો મેહુલો, બે જ જગત જીવાડે......
420